પાપુઆ ન્યૂ ગિનીમાં 7.0ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, મોટાપાયે નુકસાનની ભીતિ, તિબેટમાં પણ ધરા ધ્રૂજી

0
25

પાપુઆ ન્યૂ ગિનીમાં ભૂકંપ તટીય શહેર વેવાકથી 97 કિલોમીટરના અંતરે 62 કિ.મી.ની ઊંડે હતું

તિબેટમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવતા લોકો ફફડી ઊઠ્યા

અમેરિકી ભૂવિજ્ઞાનીઓના સર્વેક્ષણ અનુસાર સોમવારે સવારે ઉત્તર-પશ્ચિમ પાપુઆ ન્યૂ ગિનીમાં 7.0ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ નોંધાયો હતો. યુએસજીએસએ જણાવ્યું કે આ ભૂકંપ તટીય શહેર વેવાકથી 97 કિલોમીટરના અંતરે 62 કિ.મી.ની ઊંડે હતું અને સ્થાનિક સમય અનુસાર સવારે 4:00 વાગ્યે આવ્યો હતો. સુનામીનું એલર્ટ જાહેર નથી કરાયું 
યુએસજીએસએ કહ્યું કે ભૂકંપ ક્ષેત્રમાં નરમ જમીન ઢીલી પડવાથી ક્ષેત્રમાં સમુદાયોને નુકસાન થવાની શક્યતા છે. જોકે આ ક્ષેત્ર ખૂબ જ ઓછી વસતી ધરાવે છે. સિસ્મોલોજી એજન્સીએ કહ્યું ક આ પ્રકારની ઢીલાશ જેને દ્રવીકરણ માનવામાં આવે છે જમીન પર્યાપ્ત રીતે ધસવા અને લપસી જાય તેવી થઈ જવાનું કારણ બની શકે છે અને તેમના પરિણામ સ્વરૂપે મોટાપાયે નુકસાન થવાની શક્યતા છે. 
દક્ષિણ તિબેટના શિજાંગમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ 
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના અહેવાલ અનુસાર સોમવારે સવારે જ તિબેટના શિજાંગમાં પણ ભૂકંપ આવતા લોકો ફફડી ઊઠ્યા હતા. અહીં તીવ્રતા 4.2 નોંધાઈ હતી. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here