માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને જામીન મળી ગયા : હવે પછી સુનાવણી 13મી એપ્રિલે

0
81
– સુરત જતા પહેલા રાહુલે માતાના આશીર્વાદ લીધા
– જો કે, ‘અપરાધી’ ઠરાવતા નીચલી કોર્ટના હુકમ ઉપર સેશન્સ કોર્ટે કોઈ સ્ટે આપ્યો નથી

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં સૂરતની સેશન્સ કોર્ટમાં આજે જામીન આપ્યા છે સાથે રાહુલને નીચલી કોર્ટે આપેલી બે વર્ષની સજા સામે તેમણે કરેલી અરજી ઉપર ૧૩મી એપ્રિલે સુનાવણી હાથ ધરવાની મુદત રાખી છે.

રાહુલ ગાંધીને આ માનહાનિ કેસમાં નીચલી અદાલતે આપેલા ‘અપરાધી’ ઠરાવતા હુકમ ઉપર કોઈ વચગાળાનો સ્ટે આપ્યો નથી.

રાહુલ સૂરત જવા માટે રવાના થયા તે પૂર્વે તેઓના બહેન પ્રિયંકા તેઓને મળવા ગયા અને રાહુલ સાથે જ ઇંડીગો એરની ફ્લાઇટમાં સુરત પહોંચ્યાં ત્યાં તેઓ સેશન્સ કોર્ટમાં પણ હાજર રહ્યા હતા.

રાહુલે સૂરત જતા રવાના થતા પહેલા માતા સોનિયા ગાંધીને મળ્યા અને તેઓના આશિર્વાદ પણ લીધા હતા.

રાહુલની સાથે કેટલાક દિગ્ગજ કોંગ્રેસી નેતાઓ પણ કોર્ટમાં ઉપસ્થિત હતા.

રાહુલ ગાંધીના વકીલે સજા નિલંબિત કરવાની માગણી કરી હતી પરંતુ કોર્ટે કહ્યું કે, ફરિયાદીને સાંભળ્યા સિવાય તેમ ન થઈ શકે. કોર્ટે ફરિયાદીને પણ ૧૦મી એપ્રિલ સુધીમાં જવાબ આપવા નોટિસ જારી કરી દીધી છે.

ટૂંકમાં માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને જામીન મળી ગયા છે. તેમને કરાયેલી બે વર્ષની સજા સામે કરેલી અરજીની સુનાવણી ૧૩મી એપ્રિલે કરવામાં આવશે.

સૂરતના નામે કોંગ્રેસ કર્ણાટક વિધાનસભા ચૂંટણીને પણ નિશાન બનાવી રહી છે. તેમ કહેતા કોંગ્રેસ જણાવે છે કે, તેમની ઉપર ખોટા આક્ષેપો મુકવામાં આવ્યા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કહે છે કે તેટલા માટે જ અમે તેઓના સમર્થનમાં અહી આવ્યા છીએ તેમ મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ નાના પટોલેએ સૂરત કોર્ટ પરિસરમાં પત્રકારોને કહ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here