સુરતના માંગરોળમાં મોડી રાતે કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો, જમીન પર કરાની ચાદર પથરાઈ

0
57
હવામાન વિભાગની આગાહી બાદ સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. મોડી રાતે માંગરોળ તાલુકામાં કરા સાથે વરસાદ પડ્યો હતો. ભારે પવન સાથે કરા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. બીજી તરફ કરા સાથે વરસેલા વરસાદના કારણે લોકોએ બેવડી ઋતુનો અનુભવ કર્યો છે. હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને સુરત શહેરમાં દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહ્યું હતું, તો બીજી તરફ મોડી રાતે સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. મળતી માહિતી મુજબ સુરતના માંગરોળ તાલુકામાં મોડી રાતે કરા સાથે વરસાદ ખાબક્યો હતો. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ અહીં જોવા મળ્યો હતો ભારે પવન સાથે બરફના કરા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો બીજી તરફ બરફના કરા સાથે વરસેલા વરસાદનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ રહ્યો છે.

ખેડૂતોમાં ચિંતાનો માહોલ
ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા જે હિસાબે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તેને લઈને ખેડૂતોની ચિંતામાં બમણો વધારો થયો છે તો બીજી તરફ ભર ઉનાળે કરા સાથે વરસાદ વરસતા ખેડૂતોના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઇ રહી છે. જેથી ખેડૂતો હાલ ચિંતામાં મુકાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here