કોરોના સંક્રમણ સામે સતર્ક રહેવાની અપીલ વચ્ચે અમદાવાદમાં પાંચ જૂલાઈથી વંદે ગુજરાત વિકાસ રથ નિકળશે

0
103
કોરોના સંક્રમણ સામે સતર્ક રહેવાની અપીલ
અમદાવાદ મ્યુનિ.ના તમામ અધિકારીઓ ઓગણીસ જૂલાઈ સુધી વ્યસ્ત બની જશે

અમદાવાદ : એક તરફ લોકોને કોરોના સંક્રમણ સામે સતર્ક રહેવાની અપીલ તંત્ર તરફથી કરવામાં આવી રહી છે.બીજી તરફ અમદાવાદમાં પાંચ જૂલાઈથી ઓગણીસ જૂલાઈ સુધી વંદે ગુજરાત વિકાસ રથ શહેરના અલગ અલગ વોર્ડ વિસ્તારમાંથી નિકળવાનો હોવાથી મ્યુનિ.ના તમામ અધિકારીઓ આ રથ માટેની તૈયારીમાં વ્યસ્ત બની જશે.દેશની આઝાદીના પંચોતેર વર્ષની ઉજવણીના ભાગરુપે રાજયના છેલ્લા બે દાયકાના વિકાસને લોકો સુધી પહોંચાડવા પાંચ જૂલાઈથી ઓગણીસ જૂલાઈ સુધી શહેરના વિવિધ વોર્ડ વિસ્તારમાં ગુજરાત વિકાસ રથ ફેરવવામાં આવશે.ઝોન તથા વોર્ડ કક્ષાએ આયોજિત કરવામાં આવેલા આ કાર્યક્રમ સંદર્ભમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના મોટાભાગના વિભાગમાં ફરજ બજાવતા ઉચ્ચ અધિકારીઓને અત્યારથી જ વંદે ગુજરાત વિકાસ રથ માટેની કામગીરી ફરજના ભાગરુપે સોંપી દેવામાં આવી છે.વિકાસની ગાથા દર્શાવતો રથ શહેરના જે વોર્ડ-વિસ્તારમાં પહોંચે એ સમયે નકકી કરવામાં આવેલા સ્થળ ઉપર તમામ પ્રકારની વ્યવસ્થા કરવાની જવાબદારી મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને સોંપવામાં આવી છે.હેલ્થ વિભાગથી લઈ મોટાભાગના અધિકારીઓને સતત બાર દિવસ સુધી કામગીરી સોંપી દેવાઈ છે.આ પરિસ્થિતિમાં કોરોના સંક્રમણ વધવાની કે જે લોકોએ કોરોના વેકિસનનો બીજો ડોઝ લેવાનો સમય થઈ ગયો હોવા છતાં હજુ સુધી રસીનો બીજો ડોઝ લીધો નથી.આ તમામ કામગીરી ઉપરાંત જો શહેરમાં વરસાદમાં પાણી ભરાય તો શું કામગીરી કરવી? આ બધી બાબત ધ્યાનમાં લીધા વગર કાર્યક્રમનું આયોજન કરાયુ હોવાથી મ્યુનિ.અધિકારીઓમાં પણ અકળામણ જોવા મળી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here