India-China વચ્ચે 8 કલાક ચાલ્યો સંવાદ, ડ્રેગનનું અડિયલ વલણ, ભારત પર કર્યું દોષારોપણ

0
154
. જો કે બંને પક્ષ સંચાર જાળવી રાખવા માટે અને જમીન પર સ્થિરતા જાળવી રાખવા પર સહમત થયા. સેના પ્રવક્તાએ કહ્યું કે અમને આશા છે કે ચીની પક્ષ દ્વિપક્ષીય સંબંધોના સમગ્ર પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં રાખશે અને બાકી મુ્દાઓના જલદી ઉકેલની દિશામાં કામ કરશે.
. જો કે બંને પક્ષ સંચાર જાળવી રાખવા માટે અને જમીન પર સ્થિરતા જાળવી રાખવા પર સહમત થયા. સેના પ્રવક્તાએ કહ્યું કે અમને આશા છે કે ચીની પક્ષ દ્વિપક્ષીય સંબંધોના સમગ્ર પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં રાખશે અને બાકી મુ્દાઓના જલદી ઉકેલની દિશામાં કામ કરશે.

નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે પૂર્વ લદાખમાં એક વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા તણાવ વચ્ચે રવિવારે બંને દેશો વચ્ચે 13મા રાઉન્ડની સૈન્ય વાર્તા (13th round of India-China Corps Commander Level Meeting) થઈ. માલ્ડોમાં ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદને લઈને થયેલી સૈન્ય વાર્તા લગભગ 8 કલાક સુધી ચાલી, પરંતુ તેમાં કોઈ ઉકેલ નીકળી શક્યો નહીં. ભારતીય સેનાએ આરોપ લગાવ્યો કે ચીનના અડિયલ વલણના કારણે બંને દેશો વચ્ચે ચાલી રહેલા સરહદ વિવાદનો ઉકેલ આવતો નથી. સેનાએ કહ્યું કે ચીને વિવાદ ઉકેલવા માટે ન તો કોઈ પહેલ કરી કે ન તો કોઈ પ્રસ્તાવ રજુ કર્યો. ભારતે  કહ્યું કે ચીન તરફથી લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) ને બદલવાની કોશિશ કરાઈ. જેના કારણે આ વિવાદ શરૂ થયોભારતીય સેના ના પ્રવક્તાએ કહ્યું કે, ભારત-ચીન કોર કમાન્ડરોની બેઠકમાં ચર્ચા પૂર્વ લદાખમાં એલએસી સાથે બાકી મુદ્દાઓના સમાધાન પર કેન્દ્રિત હતી. ભારતીય પક્ષે એલએસી પર ચીની પક્ષ દ્વારા યથાસ્થિતિને બદલવા અને દ્વિપક્ષીય સમજૂતિઓના ભંગના એક તરફી પ્રયત્નો મુદ્દો ઉઠાવ્યો. આથી એ જરૂરી હતું કે ચીની પક્ષ બાકીના ક્ષેત્રોમાં યોગ્ય પગલાં ભરે, જેથી કરીને પશ્ચિમી ક્ષેત્રમાં એલએસી પર શાંતિ બહાલી થઈ શકે.બેઠક દરમિયાન ભારતીય પક્ષે બાકીના ક્ષેત્ર વિવાદનો ઉકેલ લાવવા માટે રચનાત્મક સૂચનો આપ્યા પરંતુ ચીની પક્ષ સહમત નહતો અને કોઈ દૂરંદર્શી પ્રસ્તાવ પણ ન આપી શક્યો. આ પ્રકારે બેઠકમાં બાકી ક્ષેત્રોનું સમાધાન નીકળી શક્યું નહીં. જો કે બંને પક્ષ સંચાર જાળવી રાખવા માટે અને જમીન પર સ્થિરતા જાળવી રાખવા પર સહમત થયા. સેના પ્રવક્તાએ કહ્યું કે અમને આશા છે કે ચીની પક્ષ દ્વિપક્ષીય સંબંધોના સમગ્ર પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં રાખશે અને બાકી મુ્દાઓના જલદી ઉકેલની દિશામાં કામ કરશે. 13માં રાઉન્ડની સૈન્ય વાર્તા બાદ ચીન ભારતની યોગ્ય માગણી ઉપર પણ ભડકી ગયું અને પોતાના સરકારી મીડિયા દ્વારા ભારત પર જ દોષારોપણ કરવા લાગ્યું. ગ્લોબલ ટાઈમ્સે પીએલએના વેસ્ટર્ન થિયેટર કમાન્ડના હવાલે કહ્યું કે ભારત અયોગ્ય માગણીઓ દ્વારા વાતચીતમાં વિધ્નો ઊભા કરી રહ્યું છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here