Maharashtra Corona Update : સાત જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણે ઉદ્ધવ સરકારની ચિંતા વધારી

0
129
પાલિકાએ ફટકારેલી નોટિસમાં જણાવ્યું છે કે, જો નવરાત્રિનું આયોજન કરવામાં આવે તો દૈનિક ધોરણે સેનીટાઈઝરનો ઉપયોગ કરવો જરૂરી છે, સોશિયલ ડિસ્ટન્સનું ફરજિયાત પાલન કરવું, માસ્ક અવશ્ય પહેરવું, તાવ, શરદી, ખાંસી, ગળામાં દુઃખાવો જેવા લક્ષણવાળા રહીશોને નજીકના અર્બન હેલ્થ સેન્ટર ખાતે કોરોના ટેસ્ટીંગ માટે મોકલવાના રહેશે.
પાલિકાએ ફટકારેલી નોટિસમાં જણાવ્યું છે કે, જો નવરાત્રિનું આયોજન કરવામાં આવે તો દૈનિક ધોરણે સેનીટાઈઝરનો ઉપયોગ કરવો જરૂરી છે, સોશિયલ ડિસ્ટન્સનું ફરજિયાત પાલન કરવું, માસ્ક અવશ્ય પહેરવું, તાવ, શરદી, ખાંસી, ગળામાં દુઃખાવો જેવા લક્ષણવાળા રહીશોને નજીકના અર્બન હેલ્થ સેન્ટર ખાતે કોરોના ટેસ્ટીંગ માટે મોકલવાના રહેશે.

કેરળ બાદ હવે મહારાષ્ટ્રમાં પણ કોરોના સંક્રમણ વધતુ જોવા મળી રહ્યુ છે,ત્યારે આરોગ્ય નિષ્ણાંતોએ કોરોનાની ત્રીજી લહેરને લઈને ચિંતા વ્યક્ત કરી છે.વધતા કોરોના સંક્રમણને રોકવા માટે હાલ ઉદ્ધવ ઠાકરે સરકાર સતત બેઠકો યોજી રહી છે અને ‘ત્રીજી લહેર’ (Third Wave) સામે લડવા માટે પગલાં લઈ રહી છે. પરંતુ રાજ્યના સાત જિલ્લામાં સતત કોરોના કેસ વધી રહ્યા છે.રવિવારે એક બેઠકમાં સરકારે સ્વીકાર્યું હતુ કે મહારાષ્ટ્રના (Maharashtra) સાત જિલ્લા ચિંતાનું કારણ છે કે જ્યાં કોરોનાના મહત્તમ કેસ જોવા મળી રહ્યા છે. આ જિલ્લાઓમાં પુણે, મુંબઈ, સાંગલી સૌથી ખતરનાક સ્થિતિમાં હોવાનું જાણવા મળ્યુ છે. ત્યારે આરોગ્ય નિષ્ણાંતોએ ગણેશ ચતુર્થીના તહેવારો સુપર સ્પ્રેડર ન (Super Spreader) બને તે માટે સરકારને ટકોર કરી છે.મહારાષ્ટ્ર સરકાર સાત જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને ફરી એક વખત કોરોના પ્રતિબંધોને કડક કરવા વિચાર કરી શકે છે. આ તમામ જિલ્લાઓમાં છેલ્લા 10 દિવસથી સતત નવા કેસ સામે આવી રહ્યા છે અને પોઝિટિવિટી રેટ (Positivity Rate) પણ વધી રહ્યો છે. રાજ્યના આરોગ્ય અધિકારીઓએ મુંબઈમાં એક પરિષદમાં જણાવ્યું હતું કે,” મુંબઈમાં તહેવારો માટે આપવામાં આવેલી છૂટછાટના કારણે, કોરોનાના નવા કેસોમાં ઉછાળો આવ્યો છે, જો કે આ સાત જિલ્લા સિવાય પરિસ્થિતિ નિયંત્રણમાં છે.”નિષ્ણાતોના મતે, છેલ્લા કેટલાક અઠવાડિયાથી તમામ જિલ્લાઓમાં સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 5 ટકાથી નીચે છે, પરંતુ આ અઠવાડિયે પુણે અને અહમદનગર જેવા કેટલાક જિલ્લાઓમાં આ આંકડો અનુક્રમે 6.58 ટકા અને 5.08 ટકા જોવા મળ્યો છે. ઘણા દિવસો બાદ મુંબઈ પણ મહતમ કોરોના સંક્રમણ (Corona Case) ધરાવતા પાંચ જિલ્લામાં સામેલ થઈ ગયુ છે,રાજ્યમાં કુલ 52,025 એક્ટિવ કેસમાંથી 90.62 ટકા કેસ માત્ર દસ જિલ્લામાંથી (Districts) નોંધાયા છે, જેમાંથી પણ 37,897 એટલે કે 72.84 ટકા કેસ માત્ર પાંચ જિલ્લામાંથી નોંધાયા છે. રાજ્ય સરકારે (State Government) પુણે, અહમદનગર, સતારા, સોલાપુર, સાંગલી, રત્નાગીરી અને સિંધુદુર્ગમાં વધતા કોરોના સંક્રમણ અંગે ચિંતા વ્યક્ત કરી છે.આરોગ્ય નિષ્ણાંત ડો. વ્યાસે જણાવ્યુ હતુ કે, “આ સાત જિલ્લામાં કોરોના સંક્રમણ(Corona case)  અને સાપ્તાહિક પોઝિટિવિટી રેટ વધી રહ્યો છે” આગામી શુક્રવારથી ગણેશ ઉત્સવ શરૂ થવાના છે, ત્યારે રાજ્યમાં ઉત્સવો સુપર સ્પ્રેડર ન બને તે માટે સરકારે ચિંતા વ્યક્ત કરી છે. કોન્ફરન્સમાં CM ઠાકરેએ જણાવ્યુ હતુ કે ” સરકારની પ્રાથમિકતા ત્રીજી લહેર ટાળવા અને કોરોના સંક્રમણની તીવ્રતા ઘટાડવાની રહેશે”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here