ફરહાન-શિબાની 19 ફેબ્રુઆરીના રોજ મરાઠી રીતિ-રિવાજથી લગ્ન કરશે

0
179
Farhan-Shibani will get married on February 19 according to Marathi customs
Farhan-Shibani will get married on February 19 according to Marathi customs

ફરહાન-શિબાની કોર્ટ મેરેજ કર્યા પહેલાં 19 ફેબ્રુઆરીએ જાવેદ અખ્તર-શબાના આઝ્મીના ખંડાલા સ્થિત ફાર્મહાઉસ સુકૂનમાં મરાઠી રીતિ-રિવાજથી લગબ કરશે. આ કપલ દિવસે જ લગ્ન કરશે.એક્ટર-ડિરેક્ટર ફરહાન અખ્તર અને સિંગર શિબાની દાંડેકર લગ્નના તાંતણે બાંધવા જઈ રહ્યા છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, ફરહાન અને શિબાની 21 ફેબ્રુઆરીના રોજ મુંબઈમાં કોર્ટ મેરેજ કરવાના છે. આ કપલ કોર્ટ મેરેજના 2 દિવસ પહેલા એટલે કે 19 ફેબ્રુઆરીના રોજ મહારાષ્ટ્રીયન રીતિ-રિવાજથી લગ્ન કરશે. ગુરુવારથી પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થઇ ગયા છેકપલની હલ્દી-મહેન્સી સેરેમનીમાં શિબાની દાંડેકરની બહેન અનુષા-અપેક્ષા, ફેમિલી મેમ્બર્સ, ક્લોઝ ફ્રેન્ડ્સ, રિયા ચક્રવર્તી, અમૃતા અરોરા સહિત ઘણા સેલેબ્સ સામેલ થયા. તેમના અમુક ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યા છે. ફરહાનનું ઘર ફૂલો અને લાઈટથી સરસ ડેકોરેટ કરવામાં આવ્યું છે.ફરહાન-શિબાનીના લગ્નમાં ફેમિલી મેમ્બર્સ અને ક્લોઝ ફ્રેન્ડ્સ ઉપરાંત આલિયા ભટ્ટ, રિતેશ સિધવાની, હ્રિતિક રોશન, આમિર ખાન, રિયા ચક્રવર્તી અને રાકેશ ઓમપ્રકાશ મેહરા જેવા ઘણા સેલેબ્સ સામેલ થઇ શકે છે. કપલ તેમન અલગન પ્રાઇવેટ અને સીક્રેટ રાખવા ઈચ્છે છે. તેઓ નથી ઇચ્છતા કે વેન્યુની બહાર મીડિયાનો જમાવડો રહે

​શિબાની વિશે બોલિવૂડ લિરિસિસ્ટ જાવેદ અખ્તરે કહ્યું, ‘તે બહુ સારી છોકરી છે. અમને બધાને તે ગમે છે. સારી વાત તો એ છે કે, ફરહાન અને શિબાની એકબીજાને પસંદ કરે છે અને લગ્ન કરી રહ્યા છે. આ બહુ જ સારી અને ખુશીની વાત છે. કોરોનાને લીધે અમે ફંક્શન ઘણું નાનું રાખ્યું છે.’ફરહાને શિબાનીનો ફોટો શેર કરતા લખ્યુ, ‘ફોરેવર કો-ટ્રાવેલર શિબાની દાંડેકર.’સાથે તેણે શિબાનીને ટેગ કરતો એક હાર્ટ ઇમોજી ડ્રોપ કર્યો. શિબાનીએ પોસ્ટ પર કમેન્ટ કરીને લખ્યું, ‘મારું ફોરેવર ફેવરેટ દરેક વસ્તુમાં.’ એક યુઝરે કમેન્ટ કરીને લખ્યું, તમને ‘બંનેને શુભેચ્છા! ચમકતા રહો! રોક ઓન’ફરહાન તથા શિબાની લગ્નમાં સબ્યસાચીના આઉટફિટ પહેરવાના છે. શિબાની તથા ફરહાન છેલ્લાં 4 વર્ષથી રિલેશનમાં છે અને લિવ-ઇનમાં રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here