ધોરણ 10 અને 12ની પ્રીલિમિનરી પરીક્ષાનું પેપર યુટ્યૂબ પર લીક થયું

0
376
.જે પેપર લીક થયું તે હકીકતમાં ઓરીજીનલ પેપર છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવશે.ઓરીજીનલ પેપર હશે
.જે પેપર લીક થયું તે હકીકતમાં ઓરીજીનલ પેપર છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવશે.ઓરીજીનલ પેપર હશે

રાજ્યમાં ફરીવાર પેપર ફૂટવાની ઘટના બની છે. ધોરણ 10 અને 12ની પ્રીલિમિનરી પરીક્ષાનું પેપર લીક થયું છે, જેમાં યુટ્યુબ પર પેપર લીક કરાયાં છે. પેપર લેવાયાના બે દિવસ પહેલાં સોશિયલ મીડિયામાં પેપર લીક થયું છે. એમાં યુટ્યૂબ પર સંપૂર્ણ પેપર સોલ્વ કરી વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે. નવનીત પ્રકાશનમાં આ પ્રીલિમિનરી પરીક્ષાનાં પેપર છપાય છે, જેથી હવે નવનીત પ્રકાશન દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવશે. હાલમાં યુટ્યૂબરે ચેનલ ડિલિટ કરીને વીડિયો પણ યુટ્યૂબ પરથી ડિલિટ કરી દીધો છે. શાળા વિકાસ સંકુલ હેઠળ લેવાતી પરીક્ષાનું પેપર લીક થતાં ભારે ચકચાર મચી છે.

બે દિવસ પહેલાં જ સોશિયલ મીડિયામાં પેપર લીક થયાં
શાળા વિકાસ સંકુલ હેઠળ લેવાતી પરીક્ષાનું પેપર લીક થતાં વિદ્યાર્થીઓમાં ભારે ચર્ચાઓ થઈ રહી છે. જો નવનીત પ્રકાશનમાં પરીક્ષાનું પેપર છપાય છે તો તે પણ આ પેપર લીકમાં જવાબદાર હોઇ શકે છે. જેમાં ધો.10 અને 12ના પ્રીલિમના પેપર લીક થતાં વિદ્યાર્થીઓમાં ચર્ચા જાગી છે. હવે તો તમામ પેપર આ રીતે જ લીક થતા હોય તો પરીક્ષામાં મહેનત કરવાનો કોઇ મતલબ નથી.યુટ્યુબ પર પેપર લીક કરાયાનો આરોપ લગાવતા જણાવ્યું છે કે બે દિવસ પહેલા જ સોશિયલ મીડિયામાં પેપર લીક થયા છે. જેમાં સંપૂર્ણ સોલ્વ પેપર વીડિયો સાથે અપલોડ કરવામાં આવ્યો છે.આ અંગે અમદાવાદ શહેર DEO હિતેન્દ્રસિંહ પઢેરિયાએ જણાવ્યું છે કે પેપર લીક થયા હોવાના સમાચાર અમને મળ્યા છે.પેપર યુટ્યુબ પર કોઈ યુટ્યુબરે લીક કર્યું છે.જે પેપર લીક થયું તે હકીકતમાં ઓરીજીનલ પેપર છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવશે.ઓરીજીનલ પેપર હશે આ અંગે સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરવામાં આવશે અને પેપર ઓરીજનલ નહીં હોય તો કોઈ કાર્યવાહી કરવાની થશે નહીં.બની શકે વર્ષોથી ભણાવતા કોઈ શિક્ષકે IMP પ્રશ્નોના આધારે પેપર બનાવ્યું હોય તો તે બેઠે બેઠું પેપર ના હોઈ શકે.યૂ ટ્યૂબ ચેનલ પર શાળા વિકાસ સંકુલ અંતર્ગત લેવાતી પરીક્ષાનું પેપર લીક થયુ છે. આજે સવારે ધોરણ 12નું વાણિજ્ય વ્યવસ્થાનું પેપર લેવાવાનું છે તે પરીક્ષાનું પેપર એક દિવસ પહેલા આર. એમ. એકેડમી નામની યુટ્યુબ ચેનલ પર લીક થયાનું સામે આવ્યું છે.આ યુટ્યુબ ચેનલ સાથે અન્ય સાત ચેનલો અને લિંકો પર અપલોડ થઈ ગયું છે. આર.એમ એકેડમી નામની યુટ્યુબ ચેનલમાં જવાબો સાથે પેપર સામે લીક થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here