સોનું ફરી 50,000 રૂપિયાથી નીચે સરક્યું

0
370
બીજી તરફ બજાર નિષ્ણાતોનું કહેવું છે કે વૈશ્વિક શેર બજારમાં અસ્થિરતાને પગલે સોનામાં રોકાણ પ્રત્યે આકર્ષણ વધી રહ્યું છે.
બીજી તરફ બજાર નિષ્ણાતોનું કહેવું છે કે વૈશ્વિક શેર બજારમાં અસ્થિરતાને પગલે સોનામાં રોકાણ પ્રત્યે આકર્ષણ વધી રહ્યું છે.

આજે સવારે MCX પર 10 ગ્રામ સોનાની કિંમત 49,365.00 રૂપિયા છે, મતલબ કે સોનું રેકોર્ડ કિંમતથી 6,835 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

નવી દિલ્હી: ભારતીય શેર બજારસોના-ચાંદીની કિંમત: મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આજે સવારે સોનું 0.04 ટકા ઘટીને 49,365.00 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. આ રીતે સોનાની કિંમત હવે 50 હજારની નીચે સરકી ગઈ છે. ચાંદીની વાત કરીએ તો એમસીએક્સ પર ચાંદી સવારે 0.10 ટકા વધીને 63,051 રૂપિયા પર ટ્રેડ કરી રહી છે.સોનાની રેકોર્ડ કિંમત: વર્ષ 2020માં MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ 56,200 રૂપિયાની સપાટી પર પહોંચી ગયો હતો. આજે સવારે MCX પર 10 ગ્રામ સોનાની કિંમત 49,365.00 રૂપિયા છે, મતલબ કે સોનું રેકોર્ડ કિંમતથી 6,835 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.વિદેશ જતા પહેલા સોનાની જાણકારી આપો : જો તમે સોના સાથે વિદેશનો પ્રવાસ કરી રહ્યા છો તો તમારે આ મામલે કસ્ટમને જાણકારી આપવી જોઈએ. તમે હાથમાં નાની વિંટી પહેરી હોય તો પણ તેની જાણકારી કસ્ટમને આપવી જોઈએ કે આ સોનું તમારું છે અને તમે તેને પહેરીને વિદેશ જઈ રહ્યા છે. આવું કરવાથી પરત ફરતી વખતે તમને કોઈ મુશ્કેલી નહીં આવે.માં થોડા દિવસોથી ઉથલપાથલ જોવા મળી રહી છે ત્યારે મંગળવારે સોના-ચાંદીની કિંમતમાં મોટી ઉલટફેર જોવા મળી હતી. આજે બુધવારે સોના અને ચાંદીની કિંમત શરૂઆતના ટ્રેડિંગમાં ફ્લેટ રહેવા પામી હતી. બીજી તરફ બજાર નિષ્ણાતોનું કહેવું છે કે વૈશ્વિક શેર બજારમાં અસ્થિરતાને પગલે સોનામાં રોકાણ પ્રત્યે આકર્ષણ વધી રહ્યું છે. આ કારણે સોનાની કિંમતમાં તેજી આવવાની સંભાવના રહેલી છે. એમસીએક્સ (MCX) પર સવારે 9:30 વાગ્યે એપ્રિલ વાયદા સોનું (Gold rate today) 0.04 ટકાના ઘટાડા અને ચાંદી (Silver Rate today) 0.10 ટકાના વધારે સાથે ટ્રેડ કરી રહ્યા હતા. સોનાની કિંમત ફરીથી 50 હજારથી નીચે સરકી ગઈ છે. બીજી તરફ ચાંદીની કિંમત 63 હજાર ઉપર બની રહી છે.સોનાની શુદ્ધતાના માપદંડ : 24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here