અઠવાડિયાની શરૂઆત તેજી સાથે કરશે શેરબજાર, જાણો કયા સ્ટોક્સ પર રહેશે રોકાણકારોની નજર

0
162
ગયા સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 111 પોઈન્ટ ઘટીને 52,908 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 28 પોઈન્ટના ઘટાડા સાથે 15,752 પર બંધ થયો હતો.
નિષ્ણાતોનું કહેવું છે કે પાછલા સપ્તાહના ઘટાડાને પાછળ છોડીને બજાર આજે તેજી તરફ આગળ વધવાના મૂડમાં છે.

ગ્લોબલ માર્કેટ તરફથી મળતા સંકેતોના આધારે એક્સપર્ટ્સનું કહેવું છે કે આજે નવા અઠવાડિયાની શરૂઆત તેજી સાથે થઇ શકે છે. ગયા અઠવાડિયે સતત દબાણ હેઠળ ટ્રેડિંગ કર્યા બાદ ભારતીય શેરબજાર આ સપ્તાહ પોઝિટીવ મૂડમાં રહે તેવી શક્યતા છે.ગયા સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 111 પોઈન્ટ ઘટીને 52,908 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 28 પોઈન્ટના ઘટાડા સાથે 15,752 પર બંધ થયો હતો. નિષ્ણાતોનું કહેવું છે કે પાછલા સપ્તાહના ઘટાડાને પાછળ છોડીને બજાર આજે તેજી તરફ આગળ વધવાના મૂડમાં છે. જો રોકાણકારો ખરીદીનો આગ્રહ રાખે તો આજે સેન્સેક્સ ફરી 53 હજારના આંકડાને પાર કરી શકે છે.અમેરિકાના બજારોમાં છેલ્લા કેટલાક સમયથી મંદીનો માહોલ હતો અને તેનું કારણ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો છે. આ સિવાય મંદીનો ડર અને ફુગાવાના દબાણને કારણે નિવેશકોનો ભરોસો બજારમાંથી ઉઠી રહ્યો હતો પરંતુ હવે અમેરિકાના બજારો રિકવરી મોડ પર આવી ગયા છે અને અમેરિકાના તમામ મુખ્ય શેરબજારોમાં તેજી ફરી રહી છે. ગત ટ્રેડિંગ સેશન્સમાં અમેરિકાના મુખ્ય સ્ટોક એક્સચેન્જ NASDAQ પર છેલ્લા ટ્રેડિંગ સેશનમાં વધારો જોવા મળ્યો હતો. એક્સચેન્જ 0.90 ટકાના વધારા સાથે બંધ થયું હતું.અમેરિકાના બજારની સીધી અસર યુરોપિયન બજારો પર પણ પડે છે એજ કારણ છે કે યુરોપિયન બજાર પાછલા સત્રમાં વધારો જોવા મળ્યો હતો અને મોટા ભાગના મોટા યુરોપિયન શેરબજારો લીલા નિશાન પર બંધ થયા હતા. જર્મનીનું સ્ટોક એક્સચેન્જ 0.23 ટકાના વધારા સાથે બંધ થયું હતું, જ્યારે ફ્રાન્સના શેરબજારે પાછલા સત્ર દરમિયાન 0.14 ટકાનો ઉછાળો દર્શાવ્યો હતો. જોકે, લંડનનું સ્ટોક એક્સચેન્જ 0.01 ટકાના નુકસાન સાથે બંધ થયું હતું.યુરોપ અને અમેરિકામાં તેજીને જોતા એશિયાના મોટાભાગના બજારોમાં આજે સવારે તેજીનું વાતાવરણ જોવા મળી રહ્યુ છે અને શેર્સ લીલા નિશાન પર ટ્રેડ કરી રહ્યા છે. સિંગાપોર સ્ટોક એક્સચેન્જમાં આજે સવારે 0.01 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે, જ્યારે જાપાનના નિક્કી સ્ટોક એક્સચેન્જમાં 0.33 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. ટકા તાઈવાનના શેરબજારમાં પણ 0.31 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે, પરંતુ દક્ષિણ કોરિયાના કોસ્પી એક્સચેન્જમાં 0.45 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here