બાળકને જન્મ થતાંની સાથે જ મળી જશે આધાર નંબર

0
114
40 કરોડ બેંક ખાતામાંથી 120 કરોડ ખાતાંને આધાર સાથે જોડવામાં આવ્યાં છે.આવનારા સમયમાં આધારને વોટર કાર્ડ સાથે પણ જોડવામાં આવશે.
40 કરોડ બેંક ખાતામાંથી 120 કરોડ ખાતાંને આધાર સાથે જોડવામાં આવ્યાં છે.આવનારા સમયમાં આધારને વોટર કાર્ડ સાથે પણ જોડવામાં આવશે.

આવનારા સમયમાં આધારને વોટર કાર્ડ સાથે પણ જોડવામાં આવશે

આધાર કાર્ડ બનાવનારી ઓથોરિટી UIDAI ટૂંક સમયમાં જ હોસ્પિટલમાં નવજાત શિશુઓના આધાર કાર્ડ આપવાની તૈયારીઓ કરી રહી છે. એ માટે હોસ્પિટલમાં ટૂંક સમયમાં જ એનરોલમેન્ટ શરૂ કરી દેવાશે. જો બધું જ યોજના મુજબ ચાલ્યું તો બાળકને બર્થ સર્ટિફિકેટ આવતાં પહેલાં જ તેમની પાસે આધાર કાર્ડ હશે. બર્થ સર્ટિફિકેટ મળવા લગભગ એક મહિનાનો સમય લાગી શકે છે નવજાત શિશુઓને આધાર નંબર આપવા માટે બર્થ રજિસ્ટ્રારની સાથે ટાઈઅપ કરવાના પ્રયાસ કરી રહ્યા છીએ. 99.7% વયસ્ક વસતિને આધાર અંતર્ગત લાવવામાં આવ્યા છે. એ અંતર્ગત અત્યારસુધીમાં દેશની 131 કરોડ વસતિને એનરોલ કરવામાં આવી છે. હવે અમારો પ્રયાસ નવજાત શિશુઓનું રજિસ્ટ્રેશન કરાવવાનો છે. તેમણે વધુમાં કહ્યું હતું કે દર વર્ષે બેથી અઢી કરોડ બાળકો જન્મે છે. અમે તેમને આધારમાં એનરોલ કરવાની પ્રક્રિયામાં છીએ. બાળકના જન્મ સમયે જ તેમનો ફોટો ક્લિક કરીને આધાર કાર્ડ આપવામાં આવશે ગર્ગે જણાવ્યું હતું કે અમે 5 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોના બાયોમેટ્રિક્સ નથી લેતા, પરંતુ તેને તેના માતા કે પિતામાંથી એકની સાથે જોડી દઈએ છીએ. 5 વર્ષની ઉંમર પાર કર્યા બાદ બાળકનું બાયોમેટ્રિક્સ લેવામાં આવશે. અમે સમગ્ર વસતિને આધાર નંબર આપવાના પ્રયાસ કરી રહ્યા છીએ. ગત વર્ષે અંતરિયાળ વિસ્તારોમાં 10,000 કેમ્પ લગાડવામાં આવ્યા હતા. ત્યાં અમને જણાવવામાં આવ્યું હતું કે ઘણા લોકો પાસે આધાર નંબર નથી. આ કવાયતથી 30 લાખ લોકોના રજિસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા.અમે 2010માં પહેલો આધાર નંબર જાહેર કર્યો હતો. શરૂઆતમાં અમારું ફોકસ વધુ ને વધુ લોકોનું રજિસ્ટ્રેશન કરાવવા પર હતું. હવે અમારું ધ્યાન એને અપડેટ કરવાને લઈને છે. લગભગ 10 કરોડ લોકો દર વર્ષે પોતાનું નામ, એડ્રેસ, મોબાઈલ નંબર અપડેટ કરે છે. 140 કરોડ બેંક ખાતામાંથી 120 કરોડ ખાતાંને આધાર સાથે જોડવામાં આવ્યાં છે.આવનારા સમયમાં આધારને વોટર કાર્ડ સાથે પણ જોડવામાં આવશે. બુધવારે મળેલી કેબિનેટ મીટિંગમાં આ બિલને મંજૂરી આપવામાં આવી છે. એનો હેતુ ચૂંટણીમાં થનારા બોગસ વોટિંગને રોકવાનો છે. સરકારે ચૂંટણીપંચની ભલામણના આધારે જ આ નિર્ણય કર્યો છે. આધારને વોટર કાર્ડ સાથે જોડવાથી બોગસ વોટર કાર્ડમાં થનારી ગરબડને પણ રોકી શકાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here