આખરે સરકારે પેપર લીક થયાનું કબૂલ્યું, 6 આરોપીઓ ધરપકડ, 4 ફરાર

0
276
મુખ્ય શંકાસ્પદ આરોપી દ્વારા પ્રશ્નપત્ર લીક કરી અલગ અલગ જગ્યાએ વ્યક્તિઓને બેસાડી પ્રશ્નપત્ર સોલ્વ કરવાની બાબત સામે આવી છે.
મુખ્ય શંકાસ્પદ આરોપી દ્વારા પ્રશ્નપત્ર લીક કરી અલગ અલગ જગ્યાએ વ્યક્તિઓને બેસાડી પ્રશ્નપત્ર સોલ્વ કરવાની બાબત સામે આવી છે.

ગુજરાતમાં હેડ ક્લાર્કના પેપર લીક મામલે આખરે ગુજરાતમાં ફરિયાદ દાખલ કરાઈ છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ વિશે માહિતી આપતા કહ્યુ કે, સરકાર આ મામલે આકરી તપાસ કરાશે

ગુજરાતમાં હેડ ક્લાર્કના પેપર લીક મામલે આખરે ગુજરાતમાં ફરિયાદ દાખલ કરાઈ છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી એ આ વિશે માહિતી આપતા કહ્યુ કે, જ્યાં 88 હજાર યુવાનો પરીક્ષા આપે, જે યુવાનોએ પોતાના ભવિષ્યના સપના જોયા, પરિવારોએ આશા બાંધી હોય. મહેનત કરીને સરકારી નોકરીના ખ્વાબ જોતા યુવાનો સાથે ચેડા ન થાય તે માટે ગુજરાત પોલીસે પેપર લીક મામલે ત્રણ દિવસમા આરોપીઓને પકડી પાડ્યા છે. પેપર લીક માટે જે જગ્યાઓનો ઉપયોગ કરાયો હતો તેની રેકી કરાઈ. પેપર લીકમાં પ્રાંતિ પોલીસ સ્ટેશન ખાતે સરકાર તરફે આઈપીસી કલમ 406, 409, 420, 120 મુજબ ગુનો દાખલ કરાયો છે. આ ગુનામાં પ્રાથમિક તપાસમાં મુખ્ય 10 ગુનેગારો સામે આવ્યા છે. જેમાંથી 6 લોકોની ધરપકડ કરાઈ છે. વધુ તપાસ પ્રાંતિજ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. મુખ્ય શંકાસ્પદ આરોપી દ્વારા પ્રશ્નપત્ર લીક કરી અલગ અલગ જગ્યાએ વ્યક્તિઓને બેસાડી પ્રશ્નપત્ર સોલ્વ કરવાની બાબત સામે આવી છે. જેને આકરી તપાસ કરાશે. પરીક્ષા  લેવાની કામગીરી ગૌણસેવા આયોગની છે. આ મામલે અમારી બેઠકો ચાલુ છે. પેપર કેટલા લોકો અને કેટલી જગ્યા સુધી પહોંચ્યુ છે તે તપાસ કરીશુ. ત્યાર બાદ ચર્ચાના અંતે પરીક્ષા રદ થવા અંગે નિર્ણય લઈશું.  તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે ષડયંત્ર લેનાર ગેંગ પર ક્યારેય પગલા ન લેવાયા હોય તેવા પગલા આ કેસમાં લઈશું. આ કેસમાં ગૌણ સેવા મંડળ સાથે સંપર્કમાં છીએ. ગુનાના અંત સુધી પહોંચવા કટિબદ્ધ છીએ. આગામી દિવસોમાં આ કેસમાં વધુ કલમ ઉમેરીને વધુ સજા કરાશે. બાકીના ચાર આરોપી અમારી રડારમાં છે, જેમના સુધી અમે ઝડપથી પહોંચી જઈશું. 6 આરોપી મુખ્ય છે, જેઓ હોટલથી ફાર્મહાઉસ સુધીની ઘટનામાં સામેલ છે. એક જિલ્માંલા ત્રણ અલગ અલગ જગ્યાએ પેપર સોલ્વ કરાવાયુ છે. પરીક્ષાર્થી, પેપર લાવનારની માહિતી ટેગ કરાઈ છે. તબક્કાવાર આ માહિતી સામે આવશે. પેપર ક્યા છપાયુ એ હાલ જાહેર કરવુ યોગ્ય નથી. પરંતુ હાલ તપાસ ચાલુ છે. વ્યવસ્થામાં શુ લિકેજ હતું, પેપર જ્યા છપાયા હતા ત્યાં કે પછી સ્ટ્રોંગ રૂમમં લિકેજ હતું તે મામલાની તપાસ ચાલી રહી છે. પેપર કઈ જગ્યા પરથી લિક થયુ છે તે મામલે ગુજરાત પોલીસ ચાલી રહી છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here