‘અબકી બાર દિલ્હી મેં INDIA સરકાર’: CM મમતા બેનર્જીની તસવીર સાથે કોલકાતામાં લાગ્યા નવા પોસ્ટર

0
80
વિપક્ષી પાર્ટીઓનું ગઠબંધન ‘INDIA’ના એલાન બાદ પશ્ચિમ બંગાળના રાજકારણમાં તેની અસર જોવા મળી રહી છે. રાજધાની કોલકાતામાં ગઠબંધન INDIAને લઈને નવા પોસ્ટર લાગ્યા છે. અનેક જગ્યાએ લાગેલા આ પોસ્ટરમાં દિલ્હી તરફ ઈશારો કરતા મમતા બેનર્જીની તસવીર સાથે લખ્યુ છે કે, ‘અબકી બાર દિલ્હી મેં INDIA સરકાર’. મહત્વની વાત એ છે કે, બંગાળમાં લાગેલા આ પોસ્ટર પર હિંદી ભાષામાં લખવામાં આવ્યું છે.

2024ની લોકસભા ચૂંટણીમાં પીએમ મોદીના નેતૃત્વ વાળા NDAનો વિજય રથ રોકવા માટે 26 વિપક્ષી પાર્ટીઓ એક સાથે આવી છે. 18 જુલાઈના રોજ આ વિપક્ષી પાર્ટીઓની બેઠક કર્ણાટકની રાજધાની બેંગલોરમાં યોજાઈ હતી. જ્યાં બધાએ ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઈન્ક્લુઝિવ એલાયન્સ-ઈન્ડિયા નામનો એનડીએ વિરોધી મોરચો બનાવવાની જાહેરાત કરી હતી.
આ જ મહીને થશે ગઠબંધનની ત્રીજી બેઠક
કોલકાતામાં આ પોસ્ટરો એવા સમયે લગાવવામાં આવ્યા છે જ્યારે આ મહિનાના અંતમાં INDIAની ત્રીજી બેઠક યોજાવા જઈ રહી છે.  INDIA ની આ બેઠક 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરે મુંબઈમાં યોજાવાની છે.
આ બેઠક પણ બેંગલોર જેવી જ હશે. જેમાં પ્રથમ દિવસે એટલે કે 31 ઓગસ્ટે રાત્રિભોજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. 1લી સપ્ટેમ્બરે દિવસ દરમિયાન મુખ્ય સભા યોજાશે. તે જ દિવસે બેઠક બાદ વિપક્ષી ગઠબંધનના નેતા સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરશે.
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના આહવાન પર 23 જૂને પટનામાં વિપક્ષી પાર્ટીઓની પ્રથમ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી ચૂંટણીમાં પીએમ મોદીને સત્તા પરથી હટાવવા માટે એકજૂથ થઈને ચૂંટણી લડવાની રણનીતિ પર  સહમતિ સધાઈ હતી. 
NCP-શિવસેના યુબીટી કરશે યજમાની
વિપક્ષી ગઠબંધનની ત્રીજી બેઠકની યજમાની શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રસ પાર્ટી (NCP) અને ઉદિધવ ઠાકરેની શિવસેના (UBT) કરશે. બંને જ પાર્ટીઓ મહારાષ્ટ્રમાં કોંગ્રેસની સાથે મહારાષ્ટ્ર વિકાસ અઘાડી ગઠબંધનનો હિસ્સો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here