સ્વાસ્થ્ય ઉપરાંત ત્વચા માટે પણ ફાયદાકારક છે ગોળ

0
310
શિયાળામાં ગોળનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ચાથી લઈને ખીર અને હલવા સુધી ગોળનો ઉપયોગ થાય છે.
શિયાળામાં ગોળનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ચાથી લઈને ખીર અને હલવા સુધી ગોળનો ઉપયોગ થાય છે.

ગોળ સ્વાસ્થ્યથી માંડીને સ્કિન અને વાળ માટે પણ બહુ ફાયદાકારક છે. ગોળ સ્કિન પર ટોનિક (tonic)ની જેમ કામ કરે છે.

આજની ભાગદોડવાળી અને સ્ટ્રેસફુલ લાઈફ (stressful life)ને લીધે માનવી અયોગ્ય લાઈફસ્ટાઈલ અને ખરાબ ખાણીપીણી તરફ દોરાયો છે. એને લીધે સ્કિનની કેટલીય સમસ્યા (skin problems) પેદા થઈ છે. આજે બેજાન અને ડ્રાય સ્કિનની સમસ્યા સામાન્ય છે. તો ડાર્ક સર્કલ (Dark circles), પિગમેન્ટેશન ઉપરાંત ખીલ (pimples)ને લીધે પણ ચહેરાની સુંદરતાને ગ્રહણ લાગી જાય છે. કેટલાક લોકો આવી જુદી-જુદી સમસ્યાઓથી પીછો છોડાવવા માટે હજારો રૂપિયા પાર્લરમાં નાખી દે છે, પણ ખાસ ફરક નથી પડતો. એવામાં તમે અહીં જણાવેલા હોમમેડ ફેસપેકની મદદથી ત્વચા સંબંધિત સમસ્યાઓથી છૂટકારો મેળવી શકો છો. શિયાળામાં ગોળનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ચાથી લઈને ખીર અને હલવા સુધી ગોળનો ઉપયોગ થાય છે. ઘણા લોકો જમ્યા પછી પણ ગોળનો ટુકડો ચોક્કસ ખાય છે. આ પાચન માં મદદ કરે છે. ગોળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, તે તમારી ત્વચા માટે પણ એટલું જ સારું માનવામાં આવે છેપોષક તત્વો અને એન્ટી ઓક્સીડેંટ ગુણોથી ભરપૂર ગોળ તમારી ત્વચા સંબંધિત પરેશાનીઓ દૂર કરવામાં મદદ કરી શકે છે. ગોળ સ્કિન પર ચીકાશ નથી લાવતું, પરંતુ તેને મોઇશ્ચરાઇઝ (homemade moisturizer) કરવામાં મદદ કરે છે. જાણો આ ફેસ પેક બનાવવાની રીત.સૌથી પહેલા એક બાઉલમાં એક ચમચી બેસન, એક ચોથી ચમચી પીસેલો ગોળ, એક ટીસ્પૂન ઘી, થોડું મધ, એક ચમચી દહીં નાખીને સારી રીતે મિક્સ કરો. એ પછી તેને ચહેરા પર લગાવો અને હળવા હાથે મસાજ કરો. ફેસ પેકને લગભગ 20-25 મિનિટ લગાવીને રાખ્યા બાદ ચોખ્ખા પાણીથી તેને સાફ કરી લો. આના પ્રયોગથી તમને થોડા જ દિવસોમાં રિઝલ્ટ દેખાવા લાગશે.ગોળનું સેવન કરવાથી પણ સ્કિન પર સીધી અસર દેખાવા લાગે છે. જો તમારું શરીર હેલ્ધી હશે તો સ્કિન પર આપોઆપ ચમક આવશે. એટલે જો તમે ગોળનું સેવન કરશો તો તેનાથી કબજીયાતની સમસ્યા દૂર થશે અને ચહેરા પર ગ્લો (Glowing Skin Tips) આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here