રાવ આઈઆઈટી કોચિંગ કલાસની 14 કરોડની જીએસટી ચોરી ઝડપાઈ

0
75
– વિદ્યાર્થીઓ પાસેથી 18 ટકા લેખે જીએસટી ઉઘરાવ્યો પણ જમા ન કર્યો
– કોચિંગ ક્લાસના ધંધાને બદલ 97 ટકા આવક સિક્યોરિટી ગાર્ડ સેવાઓ અને વાહનો ભાડે આપવામાં દર્શાવી : ડાયરેક્ટરની ધરપકડ

મુંબઈ ઈસ્ટ સીજીએસટી  (સેન્ટ્રલ ગુડઝ એન્ડ સર્વિસ ટેક્સ) કમિશનોરેટ કોચિંગ કલાસો દ્વારા કરાતી કરચોરીની એક નવી  મોડસ ઓપરેન્ડી શોધી કાઢી છે રાવ  આઈઆઈટી એકેડેમી બ્રાન્ડ નેમ હેઠળ કાર્યરત  મેસર્સ રાવ એજ્યુસોલ્યુશન્સ પ્રાઈવેટ લિમિટેડ વિદ્યાર્થીો પાસેથી ટયુશન ફી પર ૧૮ ટકા જીએસટી ઉઘરાવતી હતી.  પરંતુ એણે ફાઈલ કરેલા રિટર્નસમાં પોતાને અનરિલેટેડ અને એક્ઝમ્પટેડ  સેવાઓ આપતી કંપની ગણાવી હતી. આ કેટેગરી હેઠળની  કંપનીએ જીએસટી ભરવાનો નથી હોતો. આ રીતે આ કોચિંગ કંપનીએ ૧૪ કરોડની કરચોરી કરી હતી. 

વિદ્યાર્થીઓ પાસેથી  ઉઘરાવેલા જીએસટીની કંપની દ્વારા આ રીતે ઉચાપત કરાઈ હોવાનું  મનાય છે.  એમ સીજીએસટીએ  એક પ્રેસ રિલીઝમાં  જણાવ્યું હતું. રિલીઝમાં  જણાવ્યા મુજબ  સીજીએસટી  એક્ટની સેક્સન ૧૩૨ (૧) (ડી) હેઠળ ધારાની કલમ ૬૯ હેઠળ કંપનીના છે. પૈકીનાં એક ડાયરેકટરની ડિપાર્ટમેન્ટ દ્વારા ધરપકડ કરાઈ હતી.

ડાયરેકટરને એક મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ રજુ કરાતા એમને ૧૩ એપ્રિલ સુધીની  જયુડિશ્યલ  કસ્ટડીમાં મોકલી અપાયા હતા.   કોર્ટમાં રજુ કરાયેલી  રિમાન્ડ અરજીમાં  જણાવાયા મુજબ  રાવ એકેડેમીએ  વિદ્યાર્થીઓ પાસેથી ટયુશન ફી પર એપ્રિલ, ૨૦૨૧થી  ફેબુ્રઆરી ૨૦૨૩ દરમિયાન જીએસટી ઉઘરાવ્યો હતો. ડિપાર્ટમેન્ટના જણાવવા મુજબ  એકેડેમીે  રૃ.૧૪ કરોડથી વધુની કરચોરી  કરી હોવાથી  આ ગુનો  સીજીએસટી એક્ટની કલમ ૧૩૨ (૧) હેઠળ દખલપાત્ર  અને ૮  બિનજામીનપાત્ર બને છે.

સીજીએસટી ડિપાર્ટમેન્ટે રાવ એજ્યુસોલ્યુશન્સ પ્રા. લિ.ની ઓફિસ અને એના ડાયરેકટરોના રહેઠાણોમાં સર્ચ ઓપપરેશન હાથ ધરી કંપનીના  સિનીયર  એક્ઝિકયુટીવ્સના નિવેદનો પણ નોંધ્યા હતા.  રિમાંડ  અરજીમાં  જણાવ્યા મુજબ  તપાસમાં  એવું બહાર  આવ્યું હતું કે   કોચિંગને કંપનીના મુખ્ય બિઝનેસ  ગણાવાયો હતો જેનાં પર  ૧૮ ટકા જીએસટી લાગે છે પણ કંપનીે કોચિંગમાંથી  પોતાને માત્ર ત્રણ ટકા જ આવક થતી હોવાનું  બતાવ્યું હતું. જ્યારે બાકીની  ઈન્કમ ગાર્ડ સર્વિસ અને કોન્ટ્રાકટ કરેજીસ   જેવા બિઝનેસમાંથી થઈ હોવાનું  દર્શાવ્યું હતું.  જેના પર  જીએસટી ભરવો નથી પડતો  કંપનીએ જીએસટી ભરવાનું ટાળવા પોતાની ઘણી બધી આવક  છુપાવી હોવાની  પણ સીજીએસટી ડિપાર્ટમેન્ટને શંકા  છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here