બેંગ્લુરુ સ્થિત સ્ટાર્ટઅપે કર્મચારીઓને વર્લ્ડ સ્લીપ ડે પર ઊંઘવા માટે રજા આપી!

0
63
શું તમને માનવામાં આવશે જો તમારી કંપની તમને એક દિવસ માટે રજા આપે અને એ પણ ખાલી સૂવા માટે? આવા વિચારો સામાન્ય કર્મચારીને સપનામાં પણ નથી આવતા. જો કે, બેંગ્લુરુની એક સ્ટાર્ટ-અપ કંપનીએ આવું જ કંઈક અનબિલીવેબલ કર્યું છે. તેમણે વર્લ્ડ સ્લીપ ડે નિમિતે પોતાના કર્મચારીઓને રજા આપી છે. કંપનીએ એમ્પ્લોઇઝને આ અંગે એક ઈમેલ દ્વારા જાણ કરી હતી, આ ઈમેલ હાલ વાયરલ થઈ રહ્યો છે. કંપનીએ કર્મચારીઓને મોકલેલા ઈમેલનો સ્ક્રીનશૉટ શેર કર્યો અને લખ્યું, “વર્લ્ડ સ્લીપ ડેની ઉજવણીમાં, તમામ વેકફિટ (Wakefit – કંપનીનું નામ) કર્મચારીઓને 17મી માર્ચ, 2023ના રોજ આરામનો દિવસ આપવામાં આવ્યો છે. અમારી ટીમ આ રીતે લાંબા વિકેન્ડમાં સારી રીતે રિલેક્સ થઈ શકે છે. ઈમેલમાં, કંપનીએ કહ્યું કે તે તેના તમામ કર્મચારીઓ માટે 17 માર્ચની વૈકલ્પિક રજા તરીકે ઓફર કરી રહી છે. રસ ધરાવતા કર્મચારીઓ HR પોર્ટલ દ્વારા અન્ય રજાઓની જેમ રજા મેળવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here