અમદાવાદમાં ગત 4 વર્ષમાં સેક્સવર્કર્સ, ટ્રાન્સજેન્ડરમાં HIVનો એક પણ કેસ નહિ

0
83
સેક્સ વર્કર બેહેનોમાં (0.19%) હતું જે ઘટીને 0.00% થયું છે MSMમાં (0.17%)જે ઘટીને 0.25% થયું છે .  IDU માં (4.84%) જે ઘટીને 0.30% થયું છે .
સેક્સ વર્કર બેહેનોમાં (0.19%) હતું જે ઘટીને 0.00% થયું છે MSMમાં (0.17%)જે ઘટીને 0.25% થયું છે .  IDU માં (4.84%) જે ઘટીને 0.30% થયું છે .

અમદાવાદ શહેરમાં HIVના કેસમા નોધપાત્ર ઘટાડો થયો છે. AMC અને એઇડ્સ કન્ટ્રોલ સોસાયટીનાં પ્રયાસો રંગ લાવ્યા છે. વર્ષ 2013-14નાં કેસની સરખામણીએ 2021 નાં વર્ષમાં સંખ્યા મુજબ ટકાવારી આ પ્રકારે છે

1 ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ તરીકે ઉજવાય છે . દર વર્ષે વિશ્વ એઇડ્સ દિવસ ચોક્કસ થીમ પર ઉજવાય છે ત્યારે આ વર્ષે “અસમાનતાઓને સમાપ્ત કરો, એઇડ્સ સમાપ્ત કરો,” ની થીમ પર વિશ્વ એઈડ્સ દિવસ વૈશ્વિક સ્તરે ઉજવાઇ રહ્યો છે.  1988 માં વિશ્વ એઇડ્સ દિવસ વૈશ્વિક સ્વાસ્થ્ય માટેનો પ્રથમ આંતરરાષ્ટ્રીય દિવસ હતો. દર વર્ષે સંયુક્ત . રાષ્ટ્રની એજન્સીઓ, સરકારો અને સિવિલ સોસાયટી એઇડ્સ કંટ્રોલ સોસાયટી, વિગેરે એચ.આઈ.વી.ને લગતી ચોક્કસ થીમ્સની આસપાસ જાગૃતિની ઝુંબેશ કરવા માટે જોડાય છે AMC એઇડસ કંટ્રોલ સોસાયટીના પ્રોજેકટ ડાયરેક્ટર ડો મેહુલ આચાર્યનાં જણાવ્યા અનુસાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન -એઈડ્સ કંટ્રોલ સોસાયટી NACO (નેશનલ એઈડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન-આરોગ્ય અને પરિવાર કલ્યાણ) ભારત સરકારની 100% ગ્રાન્ટથી ચાલતી સંસ્થા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન -એઈડ્સ કંટ્રોલ સૌસાયટી શહેરમાં એઈડ્સ નિયંત્રણનો કાર્યક્રમ નેશનલ એઈડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના અનુદાનથી અમલમાં મુકેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા એઈડ્સ નિયંત્રણ કરવા પ્રયત્નશીલ છે.વધુમા ડોક્ટર આચાર્યનાં જણાવ્યાં અનુસાર, AMC એઇડ્સ કંન્ટ્રોલ સોસાયટીની 4 વર્ષમાં મહત્વની સફળતા મળી છે . અમદાવાદમાં સેક્સવર્કર્સ, ટ્રકર, અને ટ્રાન્સજેન્ડરમાં HIVનો એક પણ કેસ આવ્યો નથી , અમદાવાદ શહેરમાં HIVના કેસમા નોધપાત્ર ઘટાડો થયો છે. AMC અને એઇડ્સ કન્ટ્રોલ સોસાયટીનાં પ્રયાસો રંગ લાવ્યા છે. વર્ષ 2013-14નાં કેસની સરખામણીએ 2021 નાં વર્ષમાં સંખ્યા મુજબ ટકાવારી આ પ્રકારે છે. સેક્સ વર્કર બેહેનોમાં (0.19%) હતું જે ઘટીને 0.00% થયું છે MSMમાં (0.17%)જે ઘટીને 0.25% થયું છે .  IDU માં (4.84%) જે ઘટીને 0.30% થયું છે . ટ્રાન્સજેન્ડરમાં( 0.85%)જે ઘટીને 0.00 % થયું છે. માઈગ્રાન્ટ ().22%) જે ઘટીને 0.11% થયું છે .  ટ્રકરમાં(0.49%)જે ઘટીને 0.00% આ વર્ષે થયું છે . એચ.આઈ.વી તપાસની સેવાઓમાં એચ.આઈ.વી નું પ્રમાણ વર્ષ 2015-16 1.41% જે ઘટીને વર્ષ 2020-21 માં 0.62 % થયું છે . સગર્ભા માતામાં 2015-16 માં 1.41% હતું જે ઘટીને વર્ષ 2020-21માં ઘટીને 0.04% થયું છે . રક્ત સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત 20215-16 માં સ્વૈચ્છિક રક્તદાન 137513 યુનિટ હતું જે વધીને 2019-20 માં 155846 યુનિટ મેળવ્યું છે . 2030 સુધીમાં એઇડ્સનો અંત લાવવાનુ આયોજન કરાયુ છે 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here