અદાણીની સંપતિમાં ધોવાણમાં રોકાવાનું નામ નહીં, વધુ એક મોટી ડીલ ગઈ હાથમાંથી

0
80
અદાણી જૂથના શૅરોમાં એક સપ્તાહમાં રૂ. 8,76,525 કરોડનું ધોવાણ
અદાણી જૂથના શૅર ગુરુવારે પણ 2.7 ટકાથી 28 ટકા સુધી તૂટયા, ગ્રુપની માર્કેટ કેપમાં એક દિવસમાં રૂ. 1,32,765 કરોડનું ધોવાણ

ગઈકાલે મોટો આંચકો લાગ્યો હતો અને તેણે $6 બિલિયનથી વધુની સંપત્તિ ગુમાવી

અમીરોની યાદીમાં વધુ એક સ્થાન સરકીને 26મા નંબરે આવી ગયા

ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. 24 જાન્યુઆરી, 2023ના રોજ અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગનો રિપોર્ટ પ્રકાશિત થયો ત્યારબાદ તેઓ દરરોજ ભારે નુકસાનનો સામનો કરી રહ્યા છે. એટલું જ નહીં એક પછી એક ડીલ પણ તેમના હાથમાંથી સરકી રહી છે. એક મહિનાની અંદર, અદાણી અબજોપતિઓની યાદીમાં બીજા સ્થાનેથી ચોથા, પછી 10મા, પછી 20મા અને પછી 25મા ક્રમે સરક્યા છે. આ સાથે જ તે વિશ્વના ટોપ-25 અમીર લોકોની યાદીમાંથી પણ બહાર થઇ ગયા છે.
ફોર્બ્સ ઈન્ડેક્સમાં ટોપ-25 અમીર લોકોની યાદીમાંથી બહાર 
ફોર્બ્સ રિયલ ટાઈમ બિલિયોનેર્સ ઈન્ડેક્સ મુજબ, ગૌતમ અદાણીને ગઈકાલે મોટો આંચકો લાગ્યો હતો અને તેણે $6 બિલિયનથી વધુની સંપત્તિ ગુમાવી હતી. શેરબજારમાં ટ્રેડિંગ દરમિયાન ફરી એકવાર તેની તમામ 10 કંપનીઓના શેર લાલ નિશાન પર ટ્રેડ થયા હતા. 

આ કંપની સાથેની ડીલ થઇ રદ્દ
ગૌતમ અદાણીની નેટવર્થ સતત ઘટી રહી છે તો બીજી તરફ તેમના હાથમાંથી એક પછી એક મોટી ડીલ રદ્દ રહી છે. તેમના દ્વારા લેવામાં આવેલા પગલા સાથે, તેમની જે ડીલ પૂર્ણ થવાના તબક્કે હતી તે પણ હાથમાંથી નીકળી રહી છે. તાજેતરમાં જ ઓરિએન્ટ સિમેન્ટ સાથે સંબંધિત છે. એક અહેવાલ અનુસાર, સીકે ​​બિરલા ગ્રૂપની કંપની ઓરિએન્ટ સિમેન્ટે અદાણી પાવર મહારાષ્ટ્ર સાથેની ડીલને રદ્દ કરી છે.

શેરોમાં ઘટાડાને કારણે તેમની નેટવર્થ $43.4 બિલિયન થઈ
સૌથી વધુ ઘટાડો અદાણી એન્ટરપ્રાઈઝ અને અદાણી પોર્ટના શેરમાં જોવા મળ્યો હતો. શેરોમાં ઘટાડાને કારણે તેમની નેટવર્થ $43.4 બિલિયન થઈ ગઈ અને તે અમીરોની યાદીમાં વધુ એક સ્થાન સરકીને 26મા નંબરે આવી ગયા છે.

વિકીપીડિયાના રિપોર્ટના પગલે બે ડીલ રદ્દ કરી
હિન્ડનબર્ગ પછી વિકીપીડિયાના રિપોર્ટના પગલે અદાણીની મુસીબતો વધી છે. અદાણીએ શેરમૂલ્યમાં ભારે ઘસારાના લીધે તેની વૃદ્ધિના આયોજનને બ્રેક મારવાની ફરજ પડતા બે ડીલ રદ કરી છે. વિકીપીડિયાએ અદાણી પર આરોપ લગાવ્યો છે કે લગભગ એક દાયકાથી અદાણી જૂથને લઈને જુદા-જુદા પ્લેટફોર્મ પર વધારી વધારીને લખવામાં આવ્યું છે. વિકીપીડિયાના દાવા મુજબ આ માટે સાક પપિટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અહેવાલ મુજબ 40થી વધુ સાક પપિટ કે અઘોષિત રીતે પેડ રાઇટર્સે અદાણી કુટુંબ અને તેના કૌટુંબિક કારોબારો પર નવ લેખ લખ્યા અથવા તો રિસર્ચ આર્ટિકલ પ્રકાશિત કર્યા. 

અદાણી ગ્રુપ કંપનીઓના માર્કેટ કેપ.માં ૨૦ દિવસમાં રૂ.11,62,087 કરોડનું ધોવાણ

કંપનીનું નામમાર્કેટકેપિટલાઈઝેશનમાર્કેટ કેપિટલાઈઝેશનકેટલું ધોવાણ
૨૪,જાન્યુ.૨૦૨૩૨૨ ,ફેબ્રુ. ૨૦૨૩(રૂ.કરોડમાં)
અદાણી એન્ટરપ્રાઈસરૂ.૩,૯૨,૪૭૪રૂ.૧,૬૦,૧૫૩-રૂ.૨,૩૨,૩૨૧
અદાણી પોર્ટ એસઈઝેડરૂ.૧,૬૪,૩૫૪રૂ.૧,૧૮,૧૨૭-રૂ.૪૬,૨૨૭
અદાણી પાવર લિ.રૂ.૧,૦૫,૯૮૮રૂ.૬૨,૭૧૪.૦-રૂ.૪૩,૨૭૪
અદાણી ટ્રાન્સમિશનરૂ.૩,૦૭,૪૪૬રૂ.૮૭,૯૮૫.૦-રૂ.૨,૧૯,૪૬૧
અદાણી ગ્રીન એનજીૅરૂ.૩,૦૩,૧૧૩રૂ.૮૫,૪૨૬.૦-રૂ.૨,૧૭,૬૮૭
અદાણી ટોટલ ગેસરૂ.૪,૨૭,૩૨૫રૂ.૯૧,૮૨૮.૦-રૂ.૩,૩૫,૪૯૭
અદાણી વિલમાર લિ.રૂ.૭૪૪૯૧.૦૦રૂ.૫૦,૭૩૨.૦-રૂ.૨૩,૭૫૯
અંબુજા સિમેન્ટરૂ.૯૮,૯૯૪.૦૦રૂ.૬૬,૬૨૮.૦-રૂ.૩૨,૩૬૬
એસીસી લિ.રૂ.૪૩,૮૭૧.૦૦રૂ.૩૨,૯૦૬.૦-રૂ.૧૦,૯૬૫
એનડીટીવી લિ.રૂ.૧૮૩૧.૦૦રૂ.૧૩૦૨.૦૦-રૂ.૫૨૯
કુલ માર્કેટ કેપ.રૂ.૧૯,૧૯,૮૮૮રૂ.૭,૫૭,૮૦૧-રૂ.૧૧,૬૨,૦૮૭

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here