યુક્રેન યુદ્ધનો અંત જ દેખાતો નથી : વધુ ગંભીર બનતું જાય છે : યુક્રને મોસ્કો ઉપર ડ્રોન હુમલા શરૂ કર્યા છે

0
50
યુક્રેને આજે મંગળવારે મોસ્કો ઉપર પ્રચંડ ડ્રોન હુમલો કર્યો હતો પરંતુ મોસ્કોની એસડીફેન્સ સીસ્ટમે આઠે આઠ ડ્રોન વિમાનો તોડી પાડયાં હતાં. પરંતુ આ ઘટનાએ તે સાબિત કરી આપ્યું છે કે યુક્રેન યુદ્ધ હવે રશિયાનાં પાટનગર સુધી પહોંચી ગયું છે. તેટલું જ નહીં પરંતુ છેલ્લાં કેટલાંક સપ્તાહોથી યુક્રેનમાં ડ્રોન એટેક્સ વધુ અને વધુ તીવ્ર બનતા ગયા છે, રશિયાની તેલની પાઈપલાઈન ઉપર પણ થયેલો ડ્રોન-એટેક, અંગે રશિયા કહે છે કે તે યુક્રેને જ કર્યો છે.
તે જે હોય તે પરંતુ આ તબક્કે તો યુક્રેન યુદ્ધનો કોઈ અંત દેખાતો નથી.
યુક્રેનના આજના ડ્રોન હુમલા અંગે મોસ્કોના મેયર સર્જી સોવીયાનીએ કહ્યું હતું કે વહેલી સવારે થયેલા આ હુમલાને લીધે બે વ્યક્તિઓને ઇજા થઇ હતી. જે પૈકી એકને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી.
દક્ષિણ પશ્ચિમ મોસ્કોમાં રહેનારાઓએ કહ્યું હતું કે તેઓએ ગ્રીનીચ સમય પ્રમાણે આશરે (રાત્રીના) બે થી ત્રણ વાગ્યાં વચ્ચે પ્રચંડ અવાજો સાંભળતા હતા, સાથે પેટ્રોલની વાસ આવતી હતી. કેટલાક તૂટી પડતાં ડ્રોન એ તેનો જે ધૂમાડો મોસ્કોનાં આકાશ ઉપર છવાયેલો હતો તેની ફિલ્મ પણ ઉતારી હતી.
રશિયાનાં સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આજે સવારે કીવે માનવ રહિત આકાશી યાન દ્વારા મોસ્કો ઉપર ત્રાસવાદી હુમલો કર્યો હતો. પેન્સ્ટર મિસાઇલ દ્વારા તે ડ્રોન વિમાનો પૈકી, પાંચને તોડી પડાયાં હતાં. જ્યારે ત્રણ આજુબાજુ જઇ પાછાં ફરી ગયાં હતાં. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી યુરોપમાં ચાલી રહેલાં આ સૌથી વધુ ખતરનાક યુદ્ધમાં શાંતિ સ્થપાવાની કોઈ શક્યતા દેખાતી નથી. બીજી તરફ યુક્રેનને શસ્ત્રો પહોંચાડી પશ્ચિમ યુદ્ધને વધુ તીવ્ર બનાવી રહ્યું છે. તેવી ચેતવણી તો મોસ્કોએ વારંવાર આપી છે.
જોવાનું તે રહે છે કે વિશ્વની સૌથી પ્રથમ પરમાણુ સત્તામાં પાટનગર ઉપર જ થયેલા હુમલા પ્રત્યે પ્રેસિડેન્ટ પુતિન કેવા પ્રતિભાવો આપે છે.
હજી સુધી પુતિન આ યુદ્ધને મોસ્કોથી દૂર રાખવામાં સફળ રહ્યા છે. હજી સુધી તો મોસ્કોમાં જીવન યથાવત ચાલી રહ્યું છે, અને તે પણ ૧૯૬૨ની ક્યુવન-કટોકટી છતાંયે.
રશિયા કાપીકાઝે ડ્રોન વિમાનો દ્વારાં ગત ઓક્ટોબરથી યુક્રેન ઉપર વ્યાપક હુમલા નિયમિત રીતે કરી રહ્યું છે. પુતિને યુક્રેનને અપાતી પશ્ચિમની સહાય અંગે કહ્યું છે કે તેથી તેઓ વિશ્વયુદ્ધનું જોખમ ખેડી રહ્યા છે.
આમ છતાં યુક્રેન યુદ્ધને રશિયા હજી પણ સ્પેશ્યલ મિલિટરી ઓપરેશન જ કરી રહ્યું છે.
રશિયાની સંસદ સભ્ય મેશીમ ઇવાનોવે, આજે વહેલી સવારે મોસ્કો ઉપર થયેલા ડ્રોન હુમલાને ઘણો ગંભીર ગણતાં કહ્યું હતું કે દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન થયેલાં નાઝી આક્રમણ પછી મોસ્કો ઉપર થયેલો આ સૌથી વધુ ગંભીર હુમલો હતો. હવે કોઈપણ નાગરિક આ નવી વાસ્તવિક્તાની ઉપેક્ષા નહીં કરી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here