શેરબજારમાં સુધારા સાથે પી-નોટસ મારફતના રોકાણમાં પણ આકર્ષક વધારો

0
89
છેલ્લા બે મહિનાથી દેશના મૂડી બજારમાં પાર્ટિસિપેટરી નોટસ (પી-નોટસ) મારફતના રોકાણમાં વધારો જોવા મળી રહ્યો છે. પી-નોટસ મારફતનો રોકાણ આંક એપ્રિલના અંતે વધી રૂપિયા ૯૫૯૧૧ કરોડ રહ્યો હતો એમ સિક્યુરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના આંકડા જણાવે છે.

દેશના અર્થતંત્રમાં મજબૂતાઈને પગલે વિદેશી રોકાણકારો મૂડી બજારમાં રોકાણ કરવા આકર્ષાઈ રહ્યા છે. નવેમ્બર, ૨૦૨૨માં જોવાયેલા રૂપિયા ૯૬૨૯૨ કરોડના આંક બાદ પી-નોટસ મારફતનો રોકાણ આંક એપ્રિલ અંતમાં સૌથી વધુ જોવો મળ્યો છે.
ભારતમાં સીધું રજિસ્ટ્રેશન કર્યા વગર મૂડી બજારમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો મારફત રોકાણ કરતા રોકાણકારોને તેમના રોકાણ સામે વિદેશી રોકાણકારો પી-નોટસ જારી કરે છે. જો કે આ માટે રોકાણકારોએ કેટલાક નિયમોનું પાલન કરવાનું રહે છે. 
પી-નોટસ રુટ મારફત વિદેશી રોકાણકારો ભારતીય ઈક્વિટીઝ, ડેબ્ટ સાધનો તથા હાઈબ્રિડ સિક્યુરિટીઝમાં રોકાણ કરી શકે છે. વર્તમાન વર્ષના માર્ચના અંતે રૂપિયા ૮૮૬૦૦ કરોડની સરખામણીએ પી-નોટસ મારફતનો રોકાણ આંક એપ્રિલના અંતે રૂપિયા ૯૫૯૧૧ કરોડ રહ્યો હોવાનું પણ સેબીના આંકડા જણાવે છે.
રૂપિયા ૯૫૯૧૧ કરોડમાંથી રૂપિયા ૮૬૨૨૬ કરોડ ઈક્વિટીઝમાં, રૂપિયા ૯૫૮૬ કરોડ ઋણ સાધનમાં તથા રૂપિયા ૧૦૦ કરોડ હાઈબ્રિડ સિક્યુરિટીઝમાં રોકવામાં આવ્યા હતા.  એપ્રિલમા સતત બીજા મહિને પી-નોટસ રોકાણમાં વધારો જોવા મળ્યો છે.  વિશ્વના અન્ય દેશોની સરખામણીએ ભારત હાલમાં વિદેશી રોકાણકારો માટે એક સાનુકૂળ મથક બની રહ્યું છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here