PSI ભરતીની પ્રિલિમનરી પરીક્ષા 6 માર્ચે અમદાવાદ અને ગાંધીનગરમાં લેવાશે

0
59
જે અમદાવાદ અને ગાંધીનગરમાં લેવામાં આવશે. દરેક પાસ થયેલા ઉમેદવારોએ પરીક્ષાની તારીખને ધ્યાને લેવી.
જે અમદાવાદ અને ગાંધીનગરમાં લેવામાં આવશે. દરેક પાસ થયેલા ઉમેદવારોએ પરીક્ષાની તારીખને ધ્યાને લેવી.

IPS અધિકારી વિકાસ સહાયે ઉમેદવારોને ટ્વિટ કરીને માહિતી આપી

ગુજરાતમાં ગત 3 ડિસેમ્બરથી 15 કેન્દ્રો પર પોલીસ પીએસઆઈ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા લેવાયેલી PSIની શારીરિક કસોટી લેવામાં આવી હતી. જેનું પરિણામ ગત જાન્યુઆરીમાં જાહેર કરવામાં આવ્યું હતું. શારીરિક કસોટીમાં પાસ થયેલા ઉમેદવારો હવે પ્રિલિમનરી પરીક્ષા આપશે જે આગામી 6 માર્ચના રોજ લેવામાં આવશે. IPS અધિકારી વિકાસ સહાયે ટ્વિટર પર ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, આગામી 6 માર્ચના રોજ PSIની પ્રિલિમનરી પરીક્ષા લેવાશે. જે અમદાવાદ અને ગાંધીનગરમાં લેવામાં આવશે. દરેક પાસ થયેલા ઉમેદવારોએ પરીક્ષાની તારીખને ધ્યાને લેવી. પરીક્ષાના કોલ લેટર ટુંક સમયમાં જાહેર કરવામાં આવશેગુજરાત પોલીસ પીએસઆઈ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા લેવાયેલી પોલીસ સબ ઈન્સપેક્ટરની શારીરિક કસોટીનું પરિણામ ગત જાન્યુઆરીમાં જાહેર થઇ ગયું છે. આ ભરતીમાં લાખો ઉમેદવારોએ કસોટીમાં પાસ થવા માટે પ્રયત્નો કર્યાં હતાં. પરંતુ તેમાં 96 હજારથી વધારે ઉમેદવારોએ શારીરિક કસોટી પાસ કરી હતી. હવે આ ઉમેદવારોની પ્રિલિમીનરી પરીક્ષા યોજાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here