સરકારની મોટી જાહેરાત:હવે દરેક દિવસે કોલસાનું ઉત્પાદન 20 લાખ ટન થશે, સરકારે સંકટનું કારણ પણ જણાવ્યું

0
61
આ તમામ રાજ્યોને કોલ ઈન્ડિયાને 20,000 કરોડ રૂપિયાની ચુકવણી કરવાની છે. સરકારી સૂત્રોનું કહેવું છે કે મોટી માત્રામાં રકમ ચૂકવવાની નીકળતી હોવા છતાં આ રાજ્યોમાં કોલસાનો સપ્લાય કરવામાં આવે છે

દેશમાં ચાલી રહેલા હાલના કોલસાના સંકટને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકારે સંપૂર્ણ તૈયારીઓ કરી દીધી છે. રાજ્યો, વીજળી કંપનીઓ અને રેલવે દ્વારા કોલસાની માગને પૂરી કરવા માટે કેન્દ્ર સરકાર સંપૂર્ણ રીતે તૈયાર છે. સરકાર એક સપ્તાહની અંદર દૈનિક કોલસાના ઉત્પાદનને 19.4 મિલિયનથી વધારીને 2 મિલિયન ટન (20 લાખ ટન) કરવા જઈ રહી છે.રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, ઝારખંડની પોતાની કોલસાની ખાણ છે, જોકે તેમણે કોલસાને કાઢવા માટે કંઈ જ ન કર્યું. એવું કહેવાઈ રહ્યું છે કે મંજૂરી મળવા છતાં કેટલીક રાજ્ય સરકારો નિર્ણયનો અમલ કરી શકી નથી. તેમણે પૂરતું કોલસાનું ખનન ન થવા બદલ કોરના અને વરસાદ જવાબદાર હોવાનું કહ્યું છે. જોકે વાસ્તવિકતા એ પણ છે કે લાંબા સમય સુધી ચાલેલા વરસાદે કોલસાના ખનને પ્રભાવિત કર્યું. આ સિવાય આયાત કરાતા કોલસાની કિંમતો વધવાને પગલે પણ હાલની સ્થિતિ સર્જાઈ છે.એએનઆઇના જણાવ્યા મુજબ, વિદેશી કોલસાની આયાતમાં 12 ટકાનો ઘટાડો આવ્યો છે, જેને વીજળી કંપનીઓ મિક્સ કરે છે. જ્યારે આયાત કરાતા કોલસાની કિંમત વધી ગઈ તો આવી સ્થિતિમાં પોતાની ખોટની ભરપાઈ કરવા માટે કંપનીઓ ઘરેલુ કોલસા તરફ શિફ્ટ થઈ ગઈ અને ઘરેલુ કોલસા શોધી રહી છેમહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને તામિલનાડુ મોટા ડિફોલ્ટર છે. આ તમામ રાજ્યોને કોલ ઈન્ડિયાને 20,000 કરોડ રૂપિયાની ચુકવણી કરવાની છે. સરકારી સૂત્રોનું કહેવું છે કે મોટી માત્રામાં રકમ ચૂકવવાની નીકળતી હોવા છતાં આ રાજ્યોમાં કોલસાનો સપ્લાય કરવામાં આવે છે અને આગળ જતા પણ વીજળી-કોલસાનો સપ્લાય ચાલુ સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, કોલસા મંત્રાલય જાન્યુઆરીથી કોલ ઈન્ડિયામાંથી સ્ટોક લેવા માટે રાજ્યોને લખી રહ્યું છે. જોકે કોઈપણ પ્રતિક્રિયા મળી નથી. કોઈ ઈન્ડિયા એક સીમા સુધી જ કોલસાનો સ્ટોક કરી શકે છે, કારણ કે ઓવરસ્ટોકિંગથી કોલસામાં આગ લાગી શકે છે. ઝારખંડ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં પોતાની કોલસાની ખાણ છે. જોકે ખનન ખૂબ જ ઓછું અથવા તો બિલકુલ જ નથી.પ્રધાનમંત્રી કાર્યાલય(પીએમઓ)એ મંગળવારે કોલસા સપ્લાય અને વીજળી ઉત્પાદનને લઈને સમીક્ષા બેઠક કરી છે. સૂત્રોનું કહેવું છે કે બેઠક દરમિયાન કોલસાના ટ્રાન્સપોર્ટેશનને વધારવાની રીતો પર પણ ચર્ચા કરવામાં આવી. કોલસા મંત્રાલયને કોલસાનો સ્ટોક વધારવા માટે કહેવામાં આવ્યું છે. જ્યારે રેલવેને વીજળી સંચાલિત યંત્રો સુધી ઈંધણ પહોંચાડવા માટે રેક ઉપલબ્ધ કરાવવા માટે કહેવામાં આવ્યું છે. કોલસાની અછતને કારણે રાજસ્થાનથી લઈને કેરળમાં લોકોને વીજળીકાપનો સામનો કરવો પડ્યો છે

દેશમાં વીજળી સંકટની વચ્ચે રેલવેએ મોટું પગલું ઉઠાવ્યું છે. હવે પાવર પ્લાન્ટને કોલસા પહોંચાડવા માટે 24 કલાક ટ્રેન ચાલી રહી છે. રાષ્ટ્રીય ટ્રાન્સપોર્ટરે કોલસાની આ અછતને ઈમર્જન્સી જાહેર કરી છે. તમામ ઝોનલ રેલવેના મુખ્ય પરિચાલન મેનેજરને નિર્દેશ આપવામાં આવ્યા છે કે તે 24 કલાક સંચાલન નિયંત્રણ કક્ષોને તૈયાર કરે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here