વડોદરાના 300 કરતાં વધારે વિદ્યાર્થી અત્યારે યુક્રેનના વિવિધ શહેરોમાં ફસાયેલા

0
260
MBBSના અભ્યાસ માટે વડોદરાથી ગયેલી જ્હાનવી મોદીએ બંકરમાથી વીડિયો શેર કરી જણાવ્યું છે કે, અમે ટર્નોફોલમાં બેઝમન્ટમાં છે. મારી સાથે અન્ય સ્ટુડન્ટ પણ છે. અહીં વોર ચાલુ થઇ ગયું છે.
MBBSના અભ્યાસ માટે વડોદરાથી ગયેલી જ્હાનવી મોદીએ બંકરમાથી વીડિયો શેર કરી જણાવ્યું છે કે, અમે ટર્નોફોલમાં બેઝમન્ટમાં છે. મારી સાથે અન્ય સ્ટુડન્ટ પણ છે. અહીં વોર ચાલુ થઇ ગયું છે.

ભીષણ યુધ્ધની વચ્ચે અમે ટર્નોફોલમાં બંકરમાં છૂપાઇને રહ્યા છે. સતત ગુજી રહેલા સાઇરનો, બોમ્બ મારો, મિસાઇલ મારાના પ્રચંડ ધડાકા વચ્ચે અમે કલાકો પસાર કરી રહ્યા છે. પરંતુ, અમે કેટલો સમય સુરક્ષિત છે. તે કહેવું મુશ્કેલ છે. પ્લીઝ અમોને બચાવી લો. યુક્રેનમાં ઉચ્ચ અભ્યાસ માટે ગયેલી વડોદરાની યુવતીએ પોતાને તથા પોતાના ગૃપને બચાવી લેવાની દર્દભરી અપિલ કરતો વિડિયો શેર કર્યો છે.યુક્રેન અને રશિયા વચ્ચે શરૂ થયેલા ભીષણ યુદ્ધને પગલે યુક્રેનમાં અભ્યાસ માટે ગયેલા વિદ્યાર્થીઓની હાલત ખરાબ થઇ ગઇ છે. મોતને સામે જોઇ રહેલા વિદ્યાર્થીઓ અને વડોદરામાં રહેતા તેમના પરિવારજનોની સરકાર પાસે મદદની ભીખ માગી રહ્યા છે. પરંતુ, સરકાર તરફથી કોઇ મદદ મળી રહી નથી. વડોદરાથી ઉચ્ચ અભ્યાસ માટે યુક્રેન ગયેલ વિદ્યાર્થીઓની હાલત કફોડી બની ગઈ છે. યુદ્ધ શરૂ થતા જીવ બચાવા વિદ્યાર્થીઓ બંકરમાં રહી રહ્યા છેMBBSના અભ્યાસ માટે વડોદરાથી ગયેલી જ્હાનવી મોદીએ બંકરમાથી વીડિયો શેર કરી જણાવ્યું છે કે, અમે ટર્નોફોલમાં બેઝમન્ટમાં છે. મારી સાથે અન્ય સ્ટુડન્ટ પણ છે. અહીં વોર ચાલુ થઇ ગયું છે. મારા ફેમિલી સાથે સંપર્ક ન કરી શકું. પરંતુ, અમોને અહીંથી બહાર કાઢો, જેથી અમે અમારા ઘરે પહોંચી શકીએ. અહીં પણ અમે સુરક્ષિત છે કે નહીં તેની અમોને ખબર નથી.યુક્રેનમાં ફસાયેલ યુવતીના કારેલીબાગમાં રહેતા પરિવારજન પૈકી વૈશાલીબેન પટણીએ જણાવ્યું હતું કે, ભારત સરકાર કે યુક્રેન સરકાર દ્વારા ફસાયેલા વિદ્યાર્થીઓને કોઇ મદદ મળતી નથી. ઇન્ડિયન ગવરમેન્ટ વહેલી તકે મદદ કરે. વિદ્યાર્થીઓની હાલત કફોડી થઇ ગઇ છે. બહાર પણ નીકળી શકતા નથી. બંકરમા પણ પોતે સુરક્ષિત છે કે નહીં તેની તેઓને ખબર નથી. અમોને ચિંતા વધી ગઈ છે. અમારા સંતાનો સુરક્ષિત આવશે કે નહીં.મળેલી માહિતી મુજબ વડોદરાના 300 કરતાં વધારે વિદ્યાર્થી અત્યારે યુક્રેનના વિવિધ શહેરોમાં ફસાયેલા છે. તેમાં સૌથી વધારે વિદ્યાર્થીઓ મેડિકલના છે. યુક્રેનની રાજધાની કીવ ખાતેથી વિદ્યાર્થીઓ ફ્લાઇટ પકડવાના હતા. જોકે ફલાઇટ કેન્સલ થઇ જતા વિદ્યાર્થીઓ અટવાઇ ગયા છે. જેના પગલે તેમના પરિવારજનો ચિંતિત છે. હવે તેમના સંતાનોને પરત કેવી રીતે લાવવા તેના માટે તેઓ દોડધામ કરી રહ્યાં છે. પરિવારજનો એજન્ટ અને એમ્બેસીનો સંપર્ક કરીને તેમના સંતાનો વહેલી તકે પરત આવે તેવા પ્રયાસો હાથ ધર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here