આતંકવાદ માનવતા માટે સૌથી મોટો ખતરો, SCOની બેઠકમાં ગરજ્યા વિદેશમંત્રી એસ.જયશંકર

0
95
આતંકવાદનો સામનો કરવો એ જ અમારી પ્રાથમિકતા: વિદેશમંત્રી એસ.જયશંકર
વિદેશ મંત્રી એસ. જયશંકરે બિલાવલ ભુટ્ટો ઝરદારી સાથે દૂરથી હાથ મિલાવ્યા હતા

ગોવા : ગોવામાં આયોજિત SCOના વિદેશમંત્રીઓની બેઠકમાં ભારતીય વિદેશમંત્રી એસ.જયશંકરે પાકિસ્તાનની હાજરીમાં જ આતંકવાદનો મુદ્દો ઊઠાવ્યો હતો. આપણા વિદેશમંત્રી એસ.જયશંકરે આ દરમિયાન કહ્યું કે આતંકવાદ સમગ્ર માનવતા માટે સૌથી મોટો ખતરો છે તેને ચલાવી ન લેવાય. હજુય આતંકવાદનો અંત આવ્યો નથી. આતંકવાદનો મુકાબલો કરવા માટે ટેરર ફન્ડિંગ પર સંકજો કસવો પડશે. આતંકવાદનો મુકાબલો કરવો એ જ SCOનો મૂળ ઉદ્દેશ્ય છે. આતંકવાદનો સામનો કરવો એ જ અમારી પ્રાથમિકતા છે.શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા પાકિસ્તાનના બિલાવલ ભુટ્ટો ઝરદારી ગોવા પહોંચ્યા છે. આજે સવારે બેઠક પહેલા વિદેશ મંત્રી એસ. જયશંકરે તમામ મંત્રીઓનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન તેમણે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીનું પણ સ્વાગત કર્યું, પરંતુ બંને નેતાઓ વચ્ચેનું અંતર સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. વિદેશ મંત્રી એસ. જયશંકરે બિલાવલ ભુટ્ટો ઝરદારી સાથે દૂરથી હાથ મિલાવ્યા હતા અને ફોટો પડાવતી વખતે પણ બંને થોડા અંતરે ઊભા જોવા મળ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here