ATM તોડ્યા વગર જ ગઠિયાઓ લાખો રુપિયાની ઉઠાંતરી

0
303
આરોપીઓએ ગુજરાતમાં અમદાવાદમાંથી એટીએમ મશીનમાંથી 7મી તારીખે 8.30 લાખ, 5મી તારીખે રાજકોટમાંથી 13.80 લાખ અને 22મી તારીખે બરોડામાંથી 10 લાખની ઉઠાંતરી કરી હતી.આરોપીઓ દિલ્હીના એક આરોપી સાથે સંપર્કમાં હતા. જે આરોપી અગાઉ ગુજરાત આવ્યો હતો અને આ તમામ આરોપીઓને એટીએમ મશીનમાં આ ડિવાઇસથી કેવીરીતે રૂપિયાની ઉઠાંતરી કરી શકાય તેની તાલીમ આપી હતી. કરછ અંજારના આરોપીઓ મુખ્ય આરોપીને અલગ અલગ બેન્કના એટીએમના ફોટો મોકલી આપતા હતા. જેના આધારે તેઓ લોકેશન જોઈને એટીએમ મશીનને ટાર્ગેટ કરતા હતા. જોકે પોલી

અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યા આરોપીઓએ અમદાવાદમાંથી એટીએમમાંથી 7મી તારીખે 8.30 લાખ, 5મી તારીખે રાજકોટમાંથી 13.80 લાખ અને 22મી તારીખે બરોડામાંથી 10 લાખની ઉઠાંતરી કરી હતી.

અમદાવાદ: શહેરમાં (Ahmedabad News) એક ગેંગ પકડાઇ છે જે એટીએમ (ATM fraud) મશીન તોડ્યા વગર જ મશીનમાંથી રૂપિયાની ઉઠાંતરી કરતી હતી. આ ગેંગને પકડવામાં અમદાવાદ સાયબર ક્રાઇમને (Ahmedabad Cyber crime) સફળતા મળી છે. જોકે, પોલીસની પકડમાં ના આવે તે માટે આરોપીઓ મશીનમાં રહેલા તમામ રૂપિયાને બદલે 10 લાખથી વધુ રકમની ચોરી કરતાં નહિ. અમદાવાદ સાયબર ક્રાઇમે એવા આરોપીઓની ધરપકડ કરી છે કે, જેમણે ધોરણ 12 કરતા પણ ઓછો અભ્યાસ કર્યો છે. પંરતુ એટીએમ મશીન તોડ્યા વગર જ તેમાંથી લાખ્ખો રૂપિયાની ઉઠાંતરી કરવામાં માહિર છે. અમદાવાદ સાયબર ક્રાઇમ આ ગેંગના પાંચ આરોપી જેમાં આસામના ગુરદિપ સિંઘ, અમ્રિતપાલ રણજીત સિંઘ, કરછ અંજારના નિલદિપ સોલંકી,  રવિ સોલંકી, અને પંજાબના સંદિપસિંઘ કુલદિપસિંઘની ધરપકડ કરી છે.આરોપીઓ એનઆરસી નામની કંપનીના એટીએમ મશીન ટાર્ગેટ કરતા હતા. આ લોકો એક ચાવીથી મશીનનો એક ભાગ ખોલી દેતા. તેમાં રેસબરી પાઈ નામનુ ડિવાઇસ કનેક્ટ કરતા હતાં. જેથી મશીનમાં થતી તમામ કામગીરી આ ડિવાઇસમાં ઓપરેટ કરી શકાય. બાદમાં કોઈપણ એટીએમ કાર્ડથી રૂપિયા ઉપાડી લેતા હતા. જોકે, આ ડિવાઇસથી એવી સિસ્ટમ ઉભી કરતા હતા જેથી એક ટ્રાન્જેક્શનમાં કોઈપણ દરની 40 નોટ મશીનમાંથી નીકળી શકે. આરોપીઓએ ગુજરાતમાં અમદાવાદમાંથી એટીએમ મશીનમાંથી 7મી તારીખે 8.30 લાખ, 5મી તારીખે રાજકોટમાંથી 13.80 લાખ અને 22મી તારીખે બરોડામાંથી 10 લાખની ઉઠાંતરી કરી હતી.આરોપીઓ દિલ્હીના એક આરોપી સાથે સંપર્કમાં હતા. જે આરોપી અગાઉ ગુજરાત આવ્યો હતો અને આ તમામ આરોપીઓને એટીએમ મશીનમાં આ ડિવાઇસથી કેવીરીતે રૂપિયાની ઉઠાંતરી કરી શકાય તેની તાલીમ આપી હતી. કરછ અંજારના આરોપીઓ મુખ્ય આરોપીને અલગ અલગ બેન્કના એટીએમના ફોટો મોકલી આપતા હતા. જેના આધારે તેઓ લોકેશન જોઈને એટીએમ મશીનને ટાર્ગેટ કરતા હતા. જોકે પોલીસની પકડમાં ના આવે તે માટે તેઓ સીસીટીવી કેમેરાની દિશા પણ બદલી દેતા હતા.પકડાયેલ આરોપી માંથી એક આરોપી અગાઉ દિલ્હી પોલીસ ના હાથે પકડાઈ ચુક્યો હોવાનુ પોલીસ તપાસ ના સામે આવ્યું છે. હાલ માં પોલીસ એ આરોપી ઓની ધરપકડ કરીને આ ગેંગ ના અન્ય આરોપી ઓને પકડવા માટે ના ચક્રો ગતિમાન કર્યા છે. અને આરોપી ઓએ અન્ય કઈ કઈ જગ્યા એ આ મોડસ ઓપરેન્ડી થી ચોરી ના બનાવ ને અંજામ આપ્યો છે તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here