રાજકોટ એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું એરપોર્ટ પર કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત

0
243
રોડ શોના રૂટમાં ડીજેના તાલ અને નૃત્યો થતાં રહેશે તેમજ કાર્યકરો એકઠા થઇને મુખ્યમંત્રીનું સ્વાગત કરતા રહેશે
રોડ શોના રૂટમાં ડીજેના તાલ અને નૃત્યો થતાં રહેશે તેમજ કાર્યકરો એકઠા થઇને મુખ્યમંત્રીનું સ્વાગત કરતા રહેશે

BJPના રોડ શો અને ભીડ એકઠી કરવાના ટાર્ગેટ સામે ખુદ પાર્ટીમાં જ ગણગણાટ

રાજકોટ : રજવાડી ઠાઠથી મહારાજાના સ્વાગત જેવો ભપકો કરવામાં આવ્યો છે. ત્યારે પ્રજા તો ઠીક, ભાજપના જ એક વર્ગમાં આ પ્રકારના અતિરેક સામે ગણગણાટ શરૂ થયો છે. હાલ કોરોનાએ ત્રીજી વખત મોઢું ફાડ્યું છે ત્યારે થોડી જ વારમાં ઘોડેસવાર, વિન્ટેજ કાર, બેન્ડવાજા સાથે મુખ્યમંત્રીનો જાજરમાન રોડ શો યોજાશે. ત્યારે એરપોર્ટ પર મુખ્યમંત્રીને આવકારવા ભાજપના નેતાઓ અને કાર્યકરોના હજારોની સંખ્યામાં ટોળાં ઊમટ્યાં છે અને તમામ નીતિ-નિયમો નેવે મૂક્યા છે. સોશિયલ ડિસ્ટન્સ તો દૂર, કાર્યકરો માસ્ક વગર ફરી રહ્યા છે.રોડ શોમાં તાયફા કરી ભાજપ નહીં સુધરે, પણ રાજકોટિયનો તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન ખુદ રાખવાનું છે અને આવી ભીડથી દૂર રહેજો. હજારોની મેદનીમાં કોરોના સંક્રમણ ફેલાશે તો બીજી લહેર કરતાં પણ સ્થિતિ વણસી શકે છે. એરપોર્ટથી ધર્મેન્દ્ર કોલેજ સુધી હજારોની મેદની એકત્રિત થવાનું નિશ્ચિત છે. ત્યારે સમગ્ર કાર્યક્રમ સુપરસ્પ્રેડર બનવાનું જોખમ છતાં કાર્યક્રમમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. એક તરફ, બેન્કકર્મચારીઓનાં ધ૨ણાં ક૨વાની પણ મંજૂરી ન હતી છતાં ભાજપ સામે વહીવટી તંત્ર દંડવત થઈ ગયું છે.રોડ શોના રૂટમાં ડીજેના તાલ અને નૃત્યો થતાં રહેશે તેમજ કાર્યકરો એકઠા થઇને મુખ્યમંત્રીનું સ્વાગત કરતા રહેશે. આ દરમિયાન 1000 બાઈકની વિશાળ રેલી પણ હશે. મુખ્યમંત્રીની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણમંત્રી જિતુ વાઘાણી, ગ્રામ વિકાસમંત્રી અર્જુનસિંહ ચૌહાણ, પંચાયતમંત્રી બ્રિજેશ મેરજા અને વાહનવ્યવહાર રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી રહેશે તેમજ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહેશે.ધર્મેન્દ્ર કોલેજના ગ્રાઉન્ડમાં સુશાસન સપ્તાહનો સમાપન સમારોહ થશે. બપોરે 1.10 કલાકે સમાપન સમારોહ પૂર્ણ જાહેર થશે ત્યાર બાદ મુખ્યમંત્રી ચૌધરી સ્કૂલના મેદાનમાં ઊભી કરેલી પોર્ટેબલ હોસ્પિટલની મુલાકાત લેશે અને ત્યાંથી રૈયા સ્માર્ટસિટીમાં લાઈટ હાઉસ પ્રોજેક્ટનું નિદર્શન કરી બપોરે 3 કલાકે મેયર બંગલે બેઠક કરશે. રોડ શોમાં ઘોડેસવાર, વિન્ટેજ કાર, બેન્ડ અને યુવા મોરચાના કાર્યકર્તાઓ બાઇક પર આકર્ષણનું કેન્દ્ર રહેશે. અઢી કિલોમીટરના રૂટમાં 80 જેટલા સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here