રાજ્ય સરકારનો નિર્ણય:કોરોના સંક્રમિત સરકારી કર્મીને 10 દિવસની સવેતન રજા

0
247
તમામ સરકારી કર્મચારીઓ કોરોના સંક્રમિત થાય તો 10 દિવસની સવેતન રજા આપવાની જાહેરાત કરી હતી.
તમામ સરકારી કર્મચારીઓ કોરોના સંક્રમિત થાય તો 10 દિવસની સવેતન રજા આપવાની જાહેરાત કરી હતી.

રાજ્ય સરકારે તમામ સરકારી કર્મચારીઓ કોરોના સંક્રમિત થાય તો 10 દિવસની સવેતન રજા આપવાની જાહેરાત કરી હતી. જો કોઈ કર્મચારી પાસે જમા રજા નહીં હોય તો પણ તેમને અલગથી આ રજા મળશે. ગુજરાતમાં બુધવારે કોરોનાના 2,360 નવા કેસ નોંધાયા હતા. જે રાજ્યમાં મહામારીના આગમન પછી એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. આ સાથે રાજ્યમાં કુલ પોઝિટીવ કેસોની સંખ્યા વધીને 3,07,698 થઈ છે. બુધવારે 2,004 દર્દીઓ સાજા થયા હતા. જ્યારે 9 દર્દીના મોત થયા હતા. રાજ્યમાં કોરોનાનો મરણાંક વધીને 4,519 થયો છે. અમદાવાદ અને સુરતમાં 3-3 દર્દીના મોત થયા હતા જ્યારે ખેડા, મહિસાગર અને વડોદરામાં એક-એક દર્દીનું મોત નિપજ્યું હતું. સુરતમાં 744 કેસ સાથે એક દિવસમાં સૌથી વધુ કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદમાં 620, વડોદરામાં 341 અને રાજકોટમાં 208 કેસ નોંધાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here