દિલ્હી બોર્ડર પર ઘણી જગ્યાએ જામ; ખેડૂત નેતાએ કહ્યું- અમારી છબી ખરાબ કરવાનો પ્રયાસ

0
40
ખેડૂતો શંભુ અને ખનૌરી બોર્ડરથી હરિયાણામાં પ્રવેશવાનો પ્રયાસ કરશે

પંજાબ: ખેડૂતોની દિલ્હી કૂચનો આજે (બુધવાર) બીજો દિવસ છે. ખેડૂતો શંભુ અને ખનૌરી બોર્ડરથી હરિયાણામાં પ્રવેશવાનો પ્રયાસ કરશે. કિસાન મજદૂર મોરચાના સંયોજક સર્વન સિંહ પંઢેરે કહ્યું કે તેઓ કોઈપણ સંજોગોમાં દિલ્હી જશે.તો હરિયાણાના 7 જિલ્લામાં ઇન્ટરનેટ પ્રતિબંધ 15 ફેબ્રુઆરીની મધ્યરાત્રિ 12 સુધી લંબાવવામાં આવ્યો છે. આ પ્રતિબંધ અંબાલા, કુરુક્ષેત્ર, કૈથલ, જીંદ, હિસાર, ફતેહાબાદ, સિરસામાં લાગુ રહેશે.અગાઉ મંગળવારે (13 ફેબ્રુઆરી) ખેડૂતો સવારે 10 વાગ્યે પંજાબથી હરિયાણા જવા રવાના થયા હતા. બપોરે 12 વાગ્યાની આસપાસ ખેડૂતો પંજાબ-હરિયાણાની શંભુ, ખનૌરી અને ડબવાલી બોર્ડર પર એકસાથે પહોંચ્યા હતા. મોટા ભાગના ખેડૂતો શંભુ સરહદે પહોંચ્યા હતા. ખેડૂતો અહીં પહોંચતાં જ હરિયાણા પોલીસે ટિયરગેસના શેલ છોડવાનું શરૂ કરી દીધું હતું.જ્યારે મશીનની રેન્જ ઓછી હતી ત્યારે ડ્રોન દ્વારા ટિયરગેસના શેલ છોડવામાં આવ્યા હતા. ખેડૂતોએ ટ્રેક્ટર વડે અહીં રોડની વચ્ચે રાખવામાં આવેલા સિમેન્ટના સ્લેબ હટાવ્યા હતા. એ બાદ હરિયાણા પોલીસે પણ રબરની ગોળીઓ ચલાવી હતી. આ દરમિયાન અંબાલા પોલીસના ડીએસપી સહિત 5 પોલીસકર્મીઓ અને ઘણા ખેડૂતો પણ ઘાયલ થયા હતા. ખેડૂતોએ અહીના ઘગ્ગર પુલના કિનારે મૂકવામાં આવેલા સુરક્ષા અવરોધો તોડી નાખ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here