રાજકોટ: બનાવટી દસ્તાવેજો ઉભા કરી લાખોમાં સરકારી જમીન વેચી દીધી

0
308
સર્વે નંબર 153 પૈકી 1 સરકારી ખરાબાની જમીનનાં બોગસ દસ્તાવેજ ઉભા કરી તે જમીન વેચી નાખવાના ગુનામાં તાલુકા પોલીસે નિવૃત એસ.ટી ડ્રાઈવર બહાદુરસિંહ ચૌહાણ અને તેના સાગરિત કેતન વોરા નામનાં શખ્સની ધરપકડ કરી
સર્વે નંબર 153 પૈકી 1 સરકારી ખરાબાની જમીનનાં બોગસ દસ્તાવેજ ઉભા કરી તે જમીન વેચી નાખવાના ગુનામાં તાલુકા પોલીસે નિવૃત એસ.ટી ડ્રાઈવર બહાદુરસિંહ ચૌહાણ અને તેના સાગરિત કેતન વોરા નામનાં શખ્સની ધરપકડ કરી

રાજકોટ : જમીન પચાવી પાડનારા અસામાજીક તત્વો પર અંકુશ લગાવવા માટે રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવેલા નવા લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એક્ટ 2020 હેઠળ રાજકોટ શહેરમાં વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે.રાજકોટ શહેરના મોટા મૌવા સર્વે નંબર 153 પૈકી 1 સરકારી ખરાબાની જમીનનાં બોગસ દસ્તાવેજ ઉભા કરી તે જમીન વેચી નાખવાના ગુનામાં તાલુકા પોલીસે નિવૃત એસ.ટી ડ્રાઈવર બહાદુરસિંહ ચૌહાણ અને તેના સાગરિત કેતન વોરા નામનાં શખ્સની ધરપકડ કરી છે. બંને આરોપીઓએ બનાવટી દસ્તાવેજો ઉભા કરી રૂપિયા 73 લાખમાં આ જમીન વેચી નાખી હતી. ત્યારે રાજકોટ તાલુકા પોલીસે જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનીયમ 2020 મુજબ આરોપીઓની ઝડપી કડક કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here