નવસારી જળબંબાકાર, વીડિયોમાં જુઓ પૂર્ણા નદીનો આકાશી નજારો

0
119
ગુરુવાર સાંજની સ્થિતિએ નવસારી શહેરનો આશરે 30 ટકા હિસ્સો પાણીમાં હતો.
નવસારી જિલ્લામાં વરસાદી આફત બાદ હવે પૂરના પાણીના કહેરના દ્રશ્યો સામે આવ્યા છે.

નવસારી: છેલ્લા થોડા દિવસોથી પડી રહેલા ભારે વરસાદ થી નવસારી શહેર જળબંબાકાર થઈ ગયું છે. ગુરુવાર સાંજની સ્થિતિએ નવસારી શહેરનો આશરે 30 ટકા હિસ્સો પાણીમાં હતો. નવસારીમાંથી પસાર થતી ત્રણેય નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. અંબિકા , પૂર્ણા અને કાવેરી નદી માં ધસમસતા પૂર્ણ આવ્યા છે. પૂર્ણ નદીમાં સતત ચોથી વખત પૂર આવ્યું છે. પૂર બાદના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. પૂર્ણા નદીનો આકાશી નજારો સામે આવ્યો છે જેના પરથી પરિસ્થિતિ કેટલી ગંભીર છે તેનો અંદાજ લગાવી શકાય છે. નવસારી જિલ્લામાં વરસાદી આફત બાદ હવે પૂરના પાણીના કહેરના દ્રશ્યો સામે આવ્યા છે. કાવેરી નદીના પૂરના પાણીએ ગણદેવી તાલુકામાં કહેર વર્તાવ્યો છે. આંતલિયાથી ઉંડાચ તેમજ નેશનલ હાઇવે નંબર 48 પર જતા માર્ગ પર કાવેરી નદી પર આવેલા બ્રિજમાં ક્રેક પડી છે. પુલના પિલ્લરમાં ક્રેક થતા પુલનો એક ભાગ જ બેસી ગયો છે. પુલને નુકસાન પહોંચતા તેને વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. પુલનો ભાગ બેસી જતા આ વિસ્તારના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પુલ બંધ થતા શાળા, કોલેજ તેમજ નોકરિયાત વર્ગને મુસાફરી માટે 20 કિલોમીટરનો ચકરાવો લેવો પડી રહ્યો છે. નવસારી જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદને પગલે ગણદેવી તાલુકાના ભાઠા પંચાયતના ડુંગરી ફળિયા ખાતે એનડીઆરએફ પહોંચી છે. ભાઠા પંચાયતના ડુંગરી ફળિયામાં અંદાજીત 15થી વધુ લોકો ફસાયા હોવાથી એનડીઆરએફ રેસ્ક્યૂ માટે પહોંચી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here