ઈન્વે. એડવાઈઝરો, રિસર્ચ એનાલિસ્ટો 1,મેથી સેબીના લોગોનો ઉપયોગ કરી શકશે નહીં

0
88

– ઈન્વે. એડવાઈઝરો અને રિસર્ચ એનાલિસ્ટોએ સંપર્ક વિગત, રજીસ્ટ્રેશન નંબર, કમ્પાલયન્સ ઓફિસર અને ડિસ્કલેમર દર્શાવવું ફરજીયાત

ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝરો અને રિસર્ચ એનાલિસ્ટો હવે ૧,મે ૨૦૨૩થી મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા(સેબી)ના લોગોનો ઉપયોગ કરી શકશે નહીં. આ સાથે સેબીએ હવે તમામ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝરો અને રિસર્ચ એનાલિસ્ટો માટે તેમની સંપર્ક વિગત, રજીસ્ટ્રેશન નંબર, કમ્પાલયન્સ અફિસર અને ડિસ્કલેમર દર્શાવવું  ફરજીયાત કર્યું છે.

સેબીના સર્કયુલરમાં કહેવાયું છે કે, કેટલાક ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝરો અને રિસર્ચ એનાલિસ્ટો તેમની જાહેરખબરો, વેબસાઈટો, પબ્લિકેશન, ક્લાયન્ટો સાથે સંદેશવ્યવહાર, વિવિધ ડોક્યુમેન્ટ્સમાં તેમની સર્વિસિઝનું માર્કેટીંગ કરતી વખતે સેબી સાથે રજીસ્ટર્ડ પોતાના નામને બદલે બ્રાન્ડ નામ, ટ્રેડ નામ અથવા લોગોનો ઉપયોગ કરતાં જણાયું છે. બ્રાન્ડ નામ, ટ્રેડ નામ અને લોગો શક્ય છે કે ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર અથવા રિસર્ચ એનાલિસ્ટોના સેબી સાથે રજીસ્ટર્ડ નામ સાથે સંબંધિત ન હોય અને એથી જ એ રોકાણકારોને ગેરમાર્ગે દોરનારૃ અને મૂંઝવણમાં મૂકનારૃ બની શકે છે.

બ્રાન્ડ નામ, ટ્રેડ નામ અને લોગોનો ઉપયોગ કરતાં સમયે સેબી ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝરો અને રિસર્ચ એનાલિસ્ટો પાસે હોય તો પોર્ટલ અથવા વેબસાઈટ પર રજૂ કરવા, નોટીસ બોર્ડ, ડિસ્પ્લે બોર્ડ, એડવર્ટાઈઝમેન્ટ, પ્રકાશન, નો-યોર-ક્લાયન્ટ(કેવાયસી) ફોર્મ અને ક્લાયન્ટ એગ્રીમેન્ટ, સેબી સાથે રજીસ્ટર્ડ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર અથવા રિસર્ચ એનાલિસ્ટનું નામ, તેનો લોગો, તેનો રજીસ્ટ્રેશન નંબર અને તેનું સંપૂર્ણ સરનામું ટેલીફોન નંબરો સાથે ડિસ્પ્લે કરવાનું રહેશે.

આ ઉપરાંત ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝરો અને રિસર્ચ એનાલિસ્ટોએ એવું ડિસ્કલેમર પણ દર્શાવવું જરૃરી રહેશે કે, સેબી દ્વારા અપાયેલું રજીસ્ટ્રેશન, બીએએસએલની મેમ્બરશીપ(ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝરના કિસ્સામાં) અને એનઆઈએસએમ તરફથી મળેલું સર્ટિફિકેશન ઈન્ટરમીડિયરીની પરફોર્મન્સની કોઈપણ રીતે ગેરંટી આપતું નથી કે રોકાણકારોને વળતરની કોઈ ખાતરી આપતું નથી. આ બાબત પણ પોર્ટલ અથવા વેબસાઈટ હોય તો અને નોટીસ બોર્ડ, ડિસપ્લે બોર્ડસ, એડવર્ટાઈઝમેન્ટ, પબ્લિકેશન, કેવાયસી ફોર્મ, ક્લાયન્ટ એગ્રીમેન્ટ, સ્ટેટમેન્ટ્સ અથવા રીપોર્ટ અથવા અન્ય કોઈપણ રીતે ક્લાયન્ટ સાથે સંદેશાવ્યવહારમાં દર્શાવવાની રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here