રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું રાષ્ટ્રજોગ અંતિમ સંબોધન કહ્યું- એક સામાન્ય પરિવારના કોવિંદ તમને સંબોધિત કરી રહ્યા છે;આ મહાન રાષ્ટ્રની લોકશાહીને શત શત નમન કરું છું

0
155
સેન્ટ્રલ હોલમાં વિદાય લેનારા અંતિમ રાષ્ટ્રપતિ બન્યા કોવિંદ
સંપૂર્ણ યોગ્યતા સાથે જવાબદારીને નિભાવી છેઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

નવી દિલ્હી : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ આજે મધ્યરાત્રીએ પૂરો થઈ રહ્યો છે. આ અગાઉ તેમણે રાષ્ટ્રપતિ તરીકે દેશને અંતિમ વખત સંબોધન કર્યું. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે કાનપુર જિલ્લાના પરૌંખ ગામના એક સાધારણ પરિવારના રામનાથ કોવિંદ આજે દેશવાસીઓને સંબોધિત કરી રહ્યા છે, આ માટે હું મારા રાષ્ટ્રની જીવંત લોકશાહી વ્યવસ્થાની શક્તિને શત-શત નમન કરું છું. 5 વર્ષ અગાઉ હું તમારી સમક્ષ જનપ્રતિનિધિઓના માધ્યમથી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યો હતો. રાષ્ટ્રપતિ તરીકે મારો કાર્યકાળ આજે પૂરો થવા જઈ રહ્યો છે. હું આપ સૌ તથા આપના જન પ્રતિનિધિઓ પ્રત્યે હાર્દિક આભાર વ્યક્ત કરવા ઈચ્છું છું. એક નિષ્ઠાવાન નાગરિક જ દેશના નિર્માતા છે. રાષ્ટ્રપતિના કાર્યકાળ સમયે મારા મૂળ વતન એટલે કે ગામનો પ્રવાસ કરવો મારા કાનપુર સ્થિત શાળામાં વૃદ્ધ શિક્ષકોના આશીર્વાદ લેવા માટે તેમના ચરણસ્પર્શ હંમેશા મારા જીવનની સૌથી યાદગાર ક્ષણો પૈકી એક રહેશે. પોતાના મૂળ સાથે જોડાયેલા રહેવું તે ભારતીય સંસ્કૃતિની વિશેષતા છે. હું યુવા પેઢીને વિનંતી કરું છું કે તેઓ ગામ હોય કે વિસ્તાર તેઓ પોતાની શાળા તથા શિક્ષકો સાથે જોડાયેલા રહી આ પરંપરાને આગળ જાળવી રાખે. મારા કાર્યકાળના પાંચ વર્ષ દરમિયાન મે મારી સંપૂર્ણ યોગ્યતા સાથે મારી જવાબદારીને નિભાવી છે. હું ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ડોક્ટર એસ. રાધાકૃષ્ણન તથા ડોક્ટર એપીજે અબ્દુલ કલામ જેવી મહાન વિભૂતિઓનો ઉત્તરાધિકારી હોવાના નાતે ખૂબ જ સચેત રહ્યો છું.સંસદના સેન્ટ્રલ હોલમાં વિદાય લેનારા રામનાથ કોવિંદ અંતિમ રાષ્ટ્રપતિ છે. કોવિંદ સાથે અહીં સંસદ ભવન પણ વિદાઈ લઈ રહ્યું છે. સંસદ ભવનની નવી ઈમારત સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનું કામ ટૂંક સમયમાં પૂરું થઈ જશે અને સંસદની કાર્યવાહી નવી બિલ્ડિંગમાં યોજાશે. વર્તમાન સમયમાં સંસદ ભવનમાં પ્રથમ વિદાય વિલિયમ માઉન્ટબેટનની થઈ હતી અને છેલ્લે રામનાથ કોવિંદની થઈ રહી છે.સંબોધનમાં રાષ્ટ્રપતિએ જલવાયુ પરિવર્તન અંગે વાત કરી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે જલવાયુ પરિવર્તનનું સંકટ આપણી ધરતીના ભવિષ્ય માટે ગંભીર જોખમ બની ગયું છે. આપણે આપણા બાળકો એટલે કે આગામી પાઢી માટે આપણા પર્યાવરણ, આપણી જમીન, હવા તથા પાણીનું સંરક્ષણ કરવાનું છે.બંધારણ સબામાં સમગ્ર દેશના પ્રતિનિધિત્વ કરનારા અનેક મહાનુભાવોમાં હંસાબેન મહેતા, દુર્ગાબાઈ દેશમુખ, રાજકુમારી અમૃત કૌર તથા સુચેતા કૃપલાણી સહિત 15 મહિલાનો સમાવેશ થતો હતો. બંધારણ સભાના સભ્યોના અમૂલ્ય યોગદાનથી નિર્માણ પામેલુ ભારતનું બંધારણ આપણો પ્રકાશ-સ્તંભ રહ્યો છે.રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે જ્યારે હું વિદાય લઈ રહ્યો છું તો મારા હૃદયમાં અનેક જૂની યાદો ઉમટી રહી છે. પાંચ વર્ષ અગાઉ હું આ સ્થાન પર શપથ લીધા હતા. મારા પૂર્વેના તમામ રાષ્ટ્રપતિ મારા માટે પ્રેરણાસ્રોત રહ્યા છે. આંબેડકરના સપનાનું ભારત બની રહ્યું છે. ​​​​​​​પોતાના ભાષણમાં કોવિંદે નવનિયુક્ત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને અભિનંદન પાઠવ્યા હતા. સોમવારે તેઓ ભારતના 15મા રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરશે. તેમણે કહ્યું કે તેઓ દેશના સર્વોચ્ચ બંધારણ પદ પર આવનાર સૌ પ્રથમ આદિવાસી હશે. તેમણે કહ્યું કે તેમના માર્ગદર્શનથી દેશને ઘણો ફાયદો થશે. મને રાષ્ટ્રપતિ તરીકે સેવા માટે જે તક આપવામાં આવી તે બદલ હું દેશવાસીઓનો હંમેશા આભારી રહીશ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here