રાહુલ ગાંધી પર ત્રાટક્યાં જેપી નડ્ડા, કહ્યું- ‘તેમનું નિવેદન શરમજનક, તેઓ દેશ વિરોધી ટૂલકિટનો ભાગ’

0
33
Rahul Gandhi permanent part of anti-nationalist toolkit': JP Nadda on  Congress leader's UK remarks | India News,The Indian Express
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ લંડનમાં આપેલા નિવેદન માટે રાહુલ ગાંધી પર જોરદાર પ્રહારો કર્યા છે. નડ્ડાએ કહ્યું કે રાહુલ ગાંધીએ દેશની માફી માંગવી પડશે. રાહુલ ગાંધીના નિવેદનને શરમજનક ગણાવતા નડ્ડાએ કહ્યું કે તેમણે દેશની માફી માંગવી જોઈએ, તેમના નિવેદનથી સમગ્ર દેશમાં રોષ છે. કોંગ્રેસ પાર્ટી રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ છે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. રાષ્ટ્ર દ્વારા વારંવાર નકારી કાઢવામાં આવ્યા બાદ, રાહુલ ગાંધી હવે આ રાષ્ટ્ર વિરોધી ટૂલકીટનો કાયમી ભાગ બની ગયા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે રાહુલ ગાંધી ચૂંટાયેલી બહુમતી સરકાર અને 130 કરોડ ભારતીયોનું અપમાન કરી રહ્યા છે. આ દેશદ્રોહીઓને મજબુત નથી કરતા તો શું છે. નડ્ડાએ કહ્યું કે રાહુલ ગાંધી વિદેશી ધરતી પર બોલે છે કે ભારતમાં લોકશાહી ખતમ થઈ ગઈ છે અને યુરોપ અને અમેરિકાએ દરમિયાનગીરી કરવી જોઈએ. આનાથી વધુ શરમજનક વાત શું હોઈ શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here