દિલ્હી સહિત કેટલાંયે રાજ્યોમાં ઉષ્ણતામાન વધશે, દક્ષિણમાં આછાથી મદ્યમ વરસાદ પડવા સંભવ

0
36
– ગુજરાતમાં તાપમાન સામાન્યથી ઊચું રહેશે
– કેરલ, તમિલનાડુ, મધ્ય પ્રદેશ, ઓડીશા, મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થશે દેશભરમાં સૂર્યનો તાપ વધી રહ્યો છે. રાષ્ટ્રીય પાટનગર દિલ્હી સહિત ઉત્તરભારતમાં તાપમાન વધવા સાથે ગરમી પણ વધી રહી છે. દક્ષિણનાં પણ કેટલાંયે રાજ્યોમાં ઉષ્ણતામાન વધી રહ્યાં છે. ત્યાં ૩૮થી ૪૦ ડીગ્રી આસપાસ ટેમ્પરેચર રહેવા સંભવ છે.
હવામાન વિભાગની પુના સ્થિત મુખ્ય કચેરી તથા પ્રાદેશિક ઓફીસોના જણાવ્યા પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં વિદર્ભ, મરાઠાવાડા, છત્તસીગઢ, મધ્યપ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, તેલંગાણા અને કેરલમાં હળવાથી મદ્યમ વરસાદ પડયો હતો, જે હવે પણ થવા સંભવ છે. આગામી ૪થી ૫ દીવસમાં દેશના મોટા ભાગના વિસ્તારોમાં અધિકતમ ઉષ્ણતામાન પણ ૨થી ૪ ડીગ્રી વધવા સંભવ છે.
દિલ્હી સફદર ગંજમાં સૌથી ઓછું ઉષ્ણતામાન ૧૪.૧ ડીગ્રી રહ્યુંહતું જે સામાન્ય કરતાં ૬ ડીગ્રી ઓછું હતું. મધ્યપ્રદેશ, ઓડીશા, મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં પવનના સૂસવાટા અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવા સંભવ છે. આગામી સપ્તાહે કેરલ અને તમિલનાડુમાં આગામી પાંચ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ પણ થવા સંભવ છે. રાજસ્થાનમાં તાપમાન ઉચું જઇ રહ્યું છે. ગુજરાતમાં પણ સામાન્ય કરતાં ઉષ્ણતામાન ઊંચું રહેશે.
સ્કાઈમેટનાં જણાવ્યા પ્રમાણે, દક્ષિણ રાજસ્થાનના મધ્ય ભાગોમાં એક ચક્રવાતી હવાનું ક્ષેત્ર બન્યું છે. જેનો એક છેડો ઉત્તર મધ્યમ પ્રદેશ સુધી પણ ફેલાયેલો છે. પરિણામે તે વિસ્તારોમાં ચક્રવાતની અસર રહેવા સંભવ છે.
આઈએમડીએ કેરલ અને તમિલનાડુ માટે યલો એલર્ટ જાહેર કર્યો છે. હૈદરાબાદમાં પણ ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. બીજી તરફ બેંગલુરૂ, ચેન્નાઈ, અમરાવતી અને વિશાખાપટ્ટનમ્માં પણ આંશિક રીતે વાદળ છવાયેલાં રહેશે તેમ પણ મેટ ઓફીસ જણાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here