‘જમ્મુ-કાશ્મીર અને લદાખ અમારા હતા, છે અને રહેશે,’ UNમાં ઇમરાન ખાનના જુઠ્ઠાણા પર ભારત જડબાતોડ જવાબ

0
119
આ ઉપરાંત ઈમરાન ખાને અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીને શહીદ ગણાવી નાખ્યા. પાકિસ્તાનના પીએમએ કહ્યું કે જમ્મુ-કાશ્મીર વિવાદના સમાધાનથી જ ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ સ્થપાશે.

India at UNGA: UNGAમા ભારતના પ્રથમ મહિલા સચિવ સ્નેહા દુબેએ કહ્યું કે, આતંકવાદીઓને આશરો આપવો, મદદ કરવી અને સમર્થન કરવું પાકિસ્તાનના ઇતિહાસ અને નીતિઓમાં સામેલ છે.

સંયુક્ત રાષ્ટ્ર: અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસના અંતિમ પડાવમાં વડાપ્રધાન મોદી (PM Narendra Modi) સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધન (India at UNGA) કરશે. આ પહેલા ભારતે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન (Imran Khan) તરફથી કાશ્મીર (Jammu and Kashmir)ને લઈને આપવામાં આવેલા નિવેદનનો જવાબ આપ્યો છે. ભારતે શનિવારે સ્પષ્ટ કરી દીધુ છે કે, જમ્મુ-કાશ્મીર અને લદાખ ભારતનો હિસ્સો છે. સાથે જ ભારતે ફરી એકવાર પાકિસ્તાન આતંકવાદને સમર્થન કરી રહ્યું હોવાની વાત કહી છે.ભારતે કહ્યુ કે, આતંકવાદીઓને આશરો આપવો, મદદ કરવી અને સમર્થન કરવું પાકિસ્તાનના ઇતિહાસ અને નીતિઓમાં સામેલ છે. એ વાત પણ પણ ભાર આપવામાં આવ્યો કે પાકિસ્તાન તરફથી ગેરકાયદે કબજો જમાવેલો છે તે વિસ્તાર પણ ભારતનો હિસ્સો છે. ભારતે યૂએનને કહ્યુ કે, જમ્મુ-કાશ્મીર અને લદાખ ‘ભારતના અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો હતા છે અને હંમેશા રહેશે.’UNGAમા ભારતના પ્રથમ મહિલા સચિવ સ્નેહા દુબે (First Secretary Sneha Dubey)એ કહ્યુ કે, “આજે પણ પાકિસ્તાનના વડાપ્રધાનને આતંકવાદની ઘટનાઓને સાચી સાબિત કરવાનો પ્રયાસ કરતા સાંભળ્યા. આધુનિક દુનિયામાં આતંકવાદનો આવો બચાવ સ્વીકાર્ય નથી.” મહાસભામાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનનો એક રેકોર્ડ કરેલો સંદેશ સંભળાવવામાં આવ્યો હતો. ઇમરાને પોતાના ભાષણમાં 13 વખત કાશ્મીરનો ઉલ્લેખ કર્યો હતો. સાથે જ હુરિયત નેતા સૈયદ અલી શાહ ગિલાનીના જનાજા અંગે જુઠ્ઠાણું ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here