પ્રોજેક્ટ ટાઈગરની સુવર્ણ જયંતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્ણાટક ટાઈગર રિઝર્વની મુલાકાતે

0
85
– વન વિભાગના કર્મચારીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓને મળ્યા
– ઓસ્કાર વિજેતા ડોક્યુમેન્ટરી ‘ધી એલીફન્ટ વિશપર્સ’ ઉતરી હતી તે તમિલનાડુનાં થેપ્પાકુડુ એલીફન્ટ કેમ્પ પણ ગયા ત્યાં તે ફિલમના નાયક મદનિયાં રઘુને પંપાળ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે કર્ણાટકનાં બાંદીપોર ટાઈગર રિઝર્વની મુલાકાતે ગયા હતા. પ્રોજેક્ટ ટાઈગરની સુવર્ણ જયંતિ નિમિત્તે આજે તેઓએ આ વિસ્તારની મુલાકાત દરમિયાન ૨૦ કીમીની મુસાફરી કરી હતી. તેઓ ત્યાંથી તમિલનાડુમાં આવેલા થેપ્પા કુડુ એલીફન્ટ પણ ગયા હતા. ત્યાં જ ઓસ્કાર વિજેતા ડોક્યુમેનટરી ધ એલીફન્ટ વીશ્પર્સ ઉતરી હતી, તેની પણ મુલાકાત લીધી હતી, તેમજ બોમ્મન ્ને બેબીએ ઉછરેલાં અગથ મદનિયાં રઘુને પણ મળ્યા તેને પંપાળ્યું પણ હતું. બોમ્મન અને બેબી તે ડોક્યુમેન્ટરીમાં કોસ્ટાર્સ પણ છે.

આ ૨૦ કિલોમીટરની વન યાત્રા દરમિયાન વડા પ્રધાન વનવિભાગના કર્મચારીઓને અને અધિકારીઓને મળી ભૂમિગત પરિસ્થિતિ વિષે પણ માહિતી મેળવી હતી. તેમજ વન પ્રાણીઓ માટે પીવાનાં પાણીનાં વોટર હેબ્સ વિષે પણ માહિતી મેળવવા અને વધુ વોટરહોલ્સ રચવા સૂચના આપી હતી. તેઓ વનજીવન સંરક્ષક તેવી સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણીઓને પણ મળ્યા હતા.

આ પછી તેઓએ આજે સાંજે મીસુરીમાં કર્ણાટક સ્ટેટ ઓપન યુનિવર્સિટીના ઉદ્ધાટન સમારોહમાં પણ હાજરી આપી હતી. તે પછી દેશમાં વાઇલ્ડ લાઇફ સેકટરમાં થઇ રહેલી પ્રગતિ દર્શાવતાં પ્રદર્શનની મુલાકાત પણ લીધી હતી.

વડાપ્રધાને ૨૦૨૨નાં ટાઈગર સેન્સરનું વિમોચન કર્યું હતું. પૂર્વેના સેન્સરમાં દેશમાં ૨,૯૬૭ વાઘ હોવાનું જણાવાયું હતું. હવે તેમાં ૬ ટકાનો વધારો થઇ સંખ્યા આશરે ૩,૧૨૭ જેટલી પહોંચશે તેમ દર્શાવાયું છે.

પ્રોજેક્ટ ટાઈગરની સુવર્ણ જયંતિ નિમિત્તે વડાપ્રધાને એક સ્મરણ સિક્કો પણ પ્રસિદ્ધ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here