મહારાષ્ટ્રમાં 16 ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરવાનો મામલો સુપ્રીમકોર્ટની મોટી બેન્ચને સોંપાયો, બંધારણીય બેન્ચનો નિર્ણય

0
98
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે અને શિન્દે જૂથ વચ્ચેના વિવાદ પર સુપ્રીમકોર્ટે સુનાવણી કરતાં હવે આ મામલે મોટી બેન્ચને સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પાંચ જજોની બંધારણીય બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. હવે બની શકે કે સાત જજોની બેન્ચ આ મામલે સુનાવણી કરી શકે છે. એટલે કે હવે એમ કહી શકાય કે આ મામલો હાલ પૂરતો ટળી ગયો છે. મહારાષ્ટ્રમાં શિંદે જૂથે વર્ષ 2022માં બળવો કર્યા બાદ ઉદ્ધવ ઠાકરેની સરકાર પડી ગઈ હતી. મહારાષ્ટ્રમાં શિવસેનામાં ભંગાણ અને સરકાર બદલવા માટે ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુપ્રીમની બંધારણીય બેંચે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ એમઆર શાહ, કૃષ્ણ મુરારી, હિમા કોહલી અને પીએસ નરસિમ્હાની બેંચે આ ચુકાદાને સંભળાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઉદ્ધવ કેમ્પે શિંદેના બળવા અને તેમની સરકારની રચનાને ગેરકાયદેસર ગણાવી હતી. આ રાજકીય ઉથલપાથલ બાદ સુપ્રીમ કોર્ટમાં એક પછી એક અનેક અરજીઓ દાખલ કરવામાં આવી હતી. શિંદે જૂથના 16 ધારાસભ્યોએ સભ્યપદ રદ કરવાના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જ્યારે શિંદેને મુખ્યમંત્રી બનવા માટે આમંત્રિત કરવાના રાજ્યપાલના નિર્ણય સામે ઉદ્ધવ જૂથે ડેપ્યુટી સ્પીકર સામે અવિશ્વાસની દરખાસ્ત સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. એકનાથ શિંદે શિવસેનાના 16 ધારાસભ્યો સાથે ગયા વર્ષે જૂન મહિનામાં પહેલા સુરત ગયા અને બાદમાં ગુવાહાટીમાં રોકાયા હતા. ઉદ્ધવે શિંદેને પાછા આવીને બેસીને વાત કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જો કે શિંદેએ તે પ્રસ્તાવનો સ્વીકાર કર્યો ન હતો અને ભાજપ સાથે મળીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવી હતી. રાજ્યપાલે શિંદે-ભાજપ ગઠબંધન સરકારને માન્યતા આપીને શપથ લેવડાવ્યા હતા. ઠાકરે જૂથે એકનાથ શિંદે અને તેમના 15 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ મામલો જ્યારે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો ત્યારે તેને બંધારણીય બેંચમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. બેંચમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ એમઆર શાહ, જસ્ટિસ કૃષ્ણ મુરારી, જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ પીએસ નરસિમ્હાનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here