પંજાબી કુડીએ ભારતને અપાવ્યો મિસ યુનિવર્સનો ખિતાબ!

0
133
આગામી દિવસોમાં  આ પંજાબી કુડી પણ તમને બોલીવુડમાં ધૂમ મચાવતી દેખાય તો નવાઈ નહીં. કારણકે, સામાન્ય રીતે આપણે ત્યાં ફેશન અને મોડલિંગમાં એવો ટ્રેન્ડ રહ્યો છેકે, મિસ ઈન્ડિયા, મિસ એશિયા પેસિફિક, મિસ વર્લ્ડ કે મિસ યુનિવર્સ બન્યા બાદ આવી સુપર મોડલ માટે બોલીવુડના દરવાજા ખુલી જતાં હોય છે.
આગામી દિવસોમાં  આ પંજાબી કુડી પણ તમને બોલીવુડમાં ધૂમ મચાવતી દેખાય તો નવાઈ નહીં. કારણકે, સામાન્ય રીતે આપણે ત્યાં ફેશન અને મોડલિંગમાં એવો ટ્રેન્ડ રહ્યો છેકે, મિસ ઈન્ડિયા, મિસ એશિયા પેસિફિક, મિસ વર્લ્ડ કે મિસ યુનિવર્સ બન્યા બાદ આવી સુપર મોડલ માટે બોલીવુડના દરવાજા ખુલી જતાં હોય છે.

નવી દિલ્હીઃ સુષ્મિતા સેન અને લારા દત્તા બાદ હરનાઝ કૌર સંધૂએ ભારતને અપાવ્યો મિસ યુનિવર્સનો ખિતાબ. મૂળ પંજાબના ચંદીગઢ જિલ્લાની રહેવાસી 21 વર્ષિય હરનાઝ કૌરએ બ્રહ્માંડ સુંદરીનો ખિતાબ હાંસલ કરીને ભારતને દુનિયાભરમાં ગૌરવ અપાવ્યું છે. ભારતે 21 વર્ષ બાદ મિસ યુનિવર્સનો ખિતાબ જીતીને ફરી એકવાર ફેશન અને મોડલિંગની દુનિયામાં ડંકો વગાડ્યો છે. આ પહેલાં 2000માં લારા દત્તા મિસ યુનિવર્સ બની હતી. અને એના પહેલાં સુષ્મિતા સેન મિસ યુનિવર્સ બનનારી પહેલી ભારતીય મહિલા હતી. મિસ યુનિવર્સ 2021માં ભારતે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. આ સ્પર્ધામાં ભારતની દીકરી હરનાઝ કૌર સંધુએ 70મી મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો છે. સૌથી મોટી વાત એ છે કે ભારતે 21 વર્ષના લાંબા સમય બાદ આ ખિતાબ જીત્યો છે.આગામી દિવસોમાં  આ પંજાબી કુડી પણ તમને બોલીવુડમાં ધૂમ મચાવતી દેખાય તો નવાઈ નહીં. કારણકે, સામાન્ય રીતે આપણે ત્યાં ફેશન અને મોડલિંગમાં એવો ટ્રેન્ડ રહ્યો છેકે, મિસ ઈન્ડિયા, મિસ એશિયા પેસિફિક, મિસ વર્લ્ડ કે મિસ યુનિવર્સ બન્યા બાદ આવી સુપર મોડલ માટે બોલીવુડના દરવાજા ખુલી જતાં હોય છે. આ પહેલાં સુષ્મિતા સેન અને લારા દત્તા પણ મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યા બાદ બોલીવુડમાં રૂપેરી પડદે ધૂમ મચાવતી જોવા મળી હતી. જ્યારે ઐશ્વર્ય રાય હોય કે પ્રિયંકા ચોપડા સહિતની સુપર મોડલ મિસ વર્લ્ડ બનાવ્યા બાદ બોલીવુડમાં એન્ટ્રી થઈ હતી.ત્રણેય ટોપ સ્પર્ધકોને સવાલ પૂછવામાં આવ્યો હતો કે દબાણનો સામનો કરી રહેલી મહિલાઓને તમે શું સલાહ આપશો? જેના પર હરનાઝ કૌર સંધુએ જવાબ આપ્યો, તમારે માનવું પડશે કે તમે અનન્ય છો અને તે જ તમને સુંદર બનાવે છે. બહાર આવો, તમારા માટે બોલતા શીખો કારણ કે તમે તમારા જીવનના નેતા છો. આ જવાબ સાથે હરનાઝે સંધુ પાસેથી આ વર્ષની મિસ યુનિવર્સ 2021નો ખિતાબ જીત્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here