સિદ્ધપુરના સરસ્વતી મુક્તિધામમાં આશાબેનની અંતિમવિધિ કરાશે

0
85
મહેસાણા જિલ્લાના ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલનું ડેન્ગ્યુને કારણે મલ્ટી ઓર્ગન ફેલ થતા રવિવારે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું.
મહેસાણા જિલ્લાના ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલનું ડેન્ગ્યુને કારણે મલ્ટી ઓર્ગન ફેલ થતા રવિવારે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું.

મલ્ટી ઓર્ગન ફેલ થવાને કારણે આશાબેન પટેલનું અવસાન થયું હતું

ઊંઝા : મહેસાણા જિલ્લાના ઊંઝાનાં ધારાસભ્ય આશાબેન પટેલનું રવિવારે અવસાન થતાં આજે સિદ્ધપુરમાં અંતિમવિધિ કરવામા આવશે. અંતિમવિધિ માટે સિદ્ધપુરના સરસ્વતી મુક્તિધામમાં જરૂરી વ્યવસ્થાઓ પણ ઊભી કરવામા આવી છે. આજે સવારે 8 વાગ્યે ઊંઝા APMC ખાતેથી તેમની અંતિમયાત્રા કઢાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ યાત્રા બરોડા બેંક, વિજય સોસાયટી, સજ્જન બેંક, ગોકુલધામ, ઉમિયા માતાજી ચોક, ઉમા સોસાયટી રોડ, વિશ્વકર્મા રોડ, ગાંધીચોક, ઊંઝા નગરપાલિકાથી અંડરબ્રિજ થઈ તેમના ગામ વિશોળ ખાતે લઇ જવાઇ હતી, ત્યાંથી અંતિમવિધિ પાર્થિવદેહને સિદ્ધપુર લઈ જવામાં આવ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત ભાજપના અગ્રણીઓ સિદ્ધપુર પહોંચ્યા છે. મહેસાણા જિલ્લાના ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલનું ડેન્ગ્યુને કારણે મલ્ટી ઓર્ગન ફેલ થતા રવિવારે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું. અમદાવાદમાં સારવાર દરમિયાન નિધન થયા બાદ તેમના પાર્થિવદેહને ઊંઝા લઈ જવામાં આવ્યો હતો. ઊંઝા APMCમાં અંતિમ દર્શન માટે રખાયેલા પાર્થિવદેહનાં મોટી સંખ્યામાં લોકોએ અંતિમ દર્શન કર્યાં હતાં.આશાબેન પટેલની અંતિમવિધિમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહેવાની શક્યતાઓ છે. ઓમો પગલે સિદ્ધપુર નગરપાલિકા દ્વારા નદીના પટમાં જરૂરી વ્યવસ્થા કરવામા આવી હતી.સિદ્ધપુરમાં થનારી અંતિમવિધિમાં રાજ્ય સરકારના મંત્રી જગદીશભાઈ પંચાલ, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ જીઆઇડીસીના ચેરમેન બલવંતસિંહ રાજપૂત તેમજ ધારાસભ્યઓ સહિત મોટી સંખ્યામાં અગ્રણી મહેમાનો અગ્નિ સંસ્કાર સમય ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ પાઠવશે.હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. જે. જે. વોરાએ જણાવ્યું હતું કે ડો.આશાબેન યુનિવર્સિટીના વિદ્યાર્થી તરીકેનું ગૌરવ હતાં. પહેલા કેમિસ્ટ્રીમાં અભ્યાસ કર્યો. બાદમાં મારી ગાઈડશિપ નીચે પીએચડી કર્યું. લાંબાં વર્ષો અમારો ગુરુ-શિષ્યાનો નાતો રહ્યો. તેમણે મારી આજ્ઞાનો ક્યારેય અનાદર નથી કર્યો. કોઈપણ વસ્તુ કહો એટલે કરવા માટે ઉત્સાહ સાથે હકારાત્મક અભિપ્રાય હોય. ઉપરાંત વર્ગખંડમાં કે અમે ટૂરમાં જઈએ ત્યાં બધાની દેખરેખ અને નેતૃત્વ કરતાં. વિદ્યાર્થીકાળમાં જ તેમનામાં લીડર તરીકેના ગુણ મેં દેખ્યા છે. તેમના નિધનને લઈ ખૂબ જ દુઃખની લાગણી છે. જીવનકાળમાં આજ્ઞાકારી શિષ્ય તરીકે હંમેશાં આશાબેન યાદ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here