શહેરમાં કન્જક્ટિવાઈટિસના કેસોમાં વધારો, AMCના હેલ્થ વિભાગમાં આંખમાં નાખવાના ટીપાં ખૂટી ગયા

0
192

બાળકને આંખ આવે એને બે દિવસ રજા આપવાની માંગ સાથે શાસનાધિકારીને રજૂઆત

AMC સંચાલિત અર્બન અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ઉપર સેન્ટર દીઠ રોજના પંદરથી વધુ દર્દી

અમદાવાદમાં કન્જક્ટિવાઈટિસના કેસો ખુબ ઝડપથી વધી રહ્યા છે ત્યારે AMCના હેલ્થ વિભાગમાં આંખમાં નાખવાના ટીપાં ખૂટી ગયા છે. આ ઉપરાંત શહેરમાં શાળામાં ભણતા બાળકોમાં ચેપ લાગતા વાલીઓ અને શાળા સંચાલકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક મંડળ દ્વારા મ્યુનિસિપલ શાળામાં જે બાળકને આંખ આવે એને બે દિવસ રજા આપવાની માંગ સાથે શાસનાધિકારીને રજૂઆત કરી છે.
અત્યાર સુધીમાં 35 હજાર કેસો નોંધાયા
શહેરમાં હાલ મ્યુનિસિપલ અને ખાનગી હોસ્પિટલમાં કન્જક્ટિવાઈટિસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. શહેરમાં અત્યાર સુધીમાં 35 હજાર કરતા પણ વધુ કેસ નોંધાયા છે ત્યારે આ કેસમાં સારવાર માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે આંખમાં નાખવાના ટીપાં આપવામાં આવી રહ્યા છે. હાલ મ્યુનિસિપલ સંચાલિત અર્બન અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ઉપર સેન્ટર દીઠ રોજના પંદરથી વધુ દર્દી સારવાર માટે પહોંચી રહયા છે તેવા જ સમયે કોર્પોરેશનના હેલ્થ વિભાગમાં આંખમાં નાખવાના ટીપાં ખૂટી ગયા છે.
AMCએ આંખમાં નાખવાના વધુ ટીપાં મંગાવ્યા
શહેરમાં એક તરફ એક જ દિવસમાં UHC અને PHCમાં 1800 નવા કેસ નોંધાયા છે જેની સામે આરોગ્ય વિભાગમાં આંખમાં નાખવાના ટીપાં જ ખૂટી ગયા છે. વિભાગના જણાવ્યા અનુસાર હાલ 50 હજાર જેટલા ટીપાં મંગાવવામાં આવ્યા છે, જો કે આ પહેલા પણ 20 હજાર જેટલા ટીપા મંગાવાયા હતા તેમ છતા પણ ટીપાં ખુટી ગયા છે. કન્જક્ટિવાઈટિસના કેસ શાળાએ પહોંચતા શાળા સંચાલકોએ વાલીઓને સૂચના આપી છે કે આંખ આવી હોય તેવા બાળકોને શાળાએ ન મોકલવા જેથી અન્ય બાળકોને તેનો ચેપ ન લાગે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here