મહારાષ્ટ્ર-તેલંગાણામાં ભારે વરસાદથી જળબંબાકાર, મુંબઈમાં શાળા-કોલેજો બંધ, IMDએ જાહેર કર્યું રેડ એલર્ટ

0
75

ભારતીય હવામાન વિભાગના મુંબઈ કેન્દ્રે આજે શહેરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે

મુંબઈમાં આજે સવારે 6:38 વાગ્યે 3.31 મીટરની ઉંચી ભરતી આવી હતી

મહારાષ્ટ્ર અને તેલંગાણામાં સતત વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે બંને રાજ્યોમાં જળબંબાકાર સર્જાયો છે. તેલંગાણાના મુલુગુમાં NH-163 પુલ પર પાણી વહી રહ્યું છે. તો ત્યાં જ મુંબઈ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અહીં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

ગઈકાલે રાત્રે મહારાષ્ટ્રના અનેક શહેરોમાં ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે નાગપુરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાયાના સમાચાર સામે આવ્યા છે. નરેન્દ્ર નગર રેલ્વે અંડર બ્રિજ અને એરપોર્ટ એન્ટ્રી રોડ પાણી ભરાવાને કારણે બંધ કરી દેવામાં આવ્યો છે. અધિકારીએ જણાવ્યું કે છેલ્લા 24 કલાકથી વરસાદ પડી રહ્યો છે.

BMCએ તમામ શાળાઓ અને કોલેજો માટે રજાના આદેશ જારી કર્યા

ભારતીય હવામાન વિભાગના મુંબઈ કેન્દ્રે આજે શહેરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે મુંબઈ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. આને ધ્યાનમાં રાખીને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને આજે તમામ સરકારી અને ખાનગી શાળાઓ અને કોલેજો માટે રજાના આદેશો જારી કર્યા છે.

ઈતિહાસમાં પહેલીવાર મુંબઈમાં આટલો વરસાદ

અધિકારીઓનું કહેવું છે કે ઈતિહાસમાં પહેલીવાર મુંબઈમાં આટલો વરસાદ નોંધાયો છે. અગાઉ આ રેકોર્ડ વર્ષ 2020માં નોંધાયો હતો. તે દરમિયાન સાંતાક્રુઝમાં 1502 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. વર્ષ 2023માં 1 જુલાઈથી 26 જુલાઈની સવાર સુધી, આ આંકડો 1433 મિલીમીટર પર પહોંચી ગયો હતો. આજે આ રેકોર્ડ 1557.8 મિલીમીટર પર પહોંચતાની સાથે જ તૂટી ગયો હતો.

મુંબઈમાં ક્યાં અને કેટલો વરસાદ થયો

ભારતીય હવામાન વિભાગ અનુસાર છેલ્લા 24 કલાકમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસમાં 153.5 મિલીમીટર, રામ મંદિર વિસ્તારમાં 161 મિલીમીટર, બાયકુલામાં 119 મિલીમીટર, સાયનમાં 112 મિલીમીટર અને બાંદ્રામાં 106 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. આ સિવાય કોલાબામાં ભારે વરસાદ નોંધાયો હતો.

સાંજે 3.32 મીટરની ઉંચી ભરતી આવશે

BMC અધિકારીઓના જણાવ્યા અનુસાર આજે સવારે 6:38 વાગ્યે 3.31 મીટરની ઉંચી ભરતી આવી હતી અને આગામી 3.32 મીટરની ઉંચી ભરતી સાંજે 5:58 વાગ્યે આવવાની શક્યતા છે. પશ્ચિમ રેલવે અને મધ્ય રેલવેએ જણાવ્યું હતું કે ઉપનગરીય સેવાઓ સામાન્ય હતી, પરંતુ કેટલાક મુસાફરોએ દાવો કર્યો હતો કે ટ્રેન ઓછામાં ઓછી 10થી 15 મિનિટ મોડી ચાલી રહી હતી. બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય અને ટ્રાન્સપોર્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે શહેરમાં ક્યાંય પણ બસ રૂટ ડાયવર્ઝન કરવામાં આવ્યું નથી.

#WATCH | Telangana: Water flowing over a part of NH-163 bridge in Mulugu, due to incessant rainfall in the city. pic.twitter.com/wRS2kUCbt1— ANI (@ANI) July 27, 2023

તેલંગાણામાં પણ સ્થિતિ ખરાબ

તેલંગાણાના શહેરોમાં સતત વરસાદ પડી રહ્યો છે. જેના કારણે મુલુગુમાં NH-163 બ્રિજના એક ભાગ પરથી પાણી વહી રહ્યું છે. હૈદરાબાદમાં અવિરત વરસાદને કારણે શહેરના ઘણા ભાગોમાં પાણી ભરાઈ ગયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here