ત્રિપુરામાં ડાબેરીઓ-કોંગ્રેસના ગઠબંધન માટે આ પાર્ટી બની સૌથી મોટી ‘વિલન’

0
109

ત્રિપુરા વિધાનસભા ચૂંટણીમાં ટીપરા મોથા પાર્ટી પ્રથમ વખત પોતાનું નસીબ અજમાવી રહી છે

રાષ્ટ્રીય પક્ષ સાથે જોડાણ કર્યા વિના કાઉન્સિલમાં સત્તા જાળવી રાખનાર ટીપરા એકમાત્ર પ્રાદેશિક પક્ષ બન્યો

ટીપરા મોથા પાર્ટી ત્રિપુરામાં પહેલીવાર વિધાનસભા ચૂંટણી લડી રહી છે. ગુરુવારે જાહેર થયેલા કાઉન્ટિંગ ટ્રેન્ડમાં તે કોંગ્રેસ-ડાબેરી ગઠબંધન માટે સૌથી મોટી વિલન પાર્ટી બનીને ઊભરી આવી છે. હવે તે કિંગ મેકરની પોઝિશન સુધી પહોંચી ગઈ છે.  

પ્રથમ વખત ચૂંટણી લડી રહી છે ટીએમપી 

ત્રિપુરામાં પ્રથમ વખત ટીપરા મોથા પાર્ટી (ટીએમપી) વિધાનસભા ચૂંટણી લડી રહી છે. આ પાર્ટી 2021માં બની હતી. પાર્ટીનું નેતૃત્વ ત્રિપુરાના પૂર્વ રાજવી પ્રદ્યોત બિક્રમ માણિક્ય દેબ બર્મા કરી રહ્યા છે. ગુરુવારે જાહેર કરાયેલા મતોની ગણતરીના તાજેતરના ટ્રેન્ડમાં  ટીપરા મોથા પાર્ટીને 11 બેઠકો પર લીડ મળી રહી છે. 

ટીપરા મોથા પાર્ટીએ 42 સીટો પર ચૂંટણી લડી હતી 

ટીપરા મોથા પાર્ટી 42 સીટો પર ચૂંટણી લડી રહી છે. તેણે કોઈપણ પક્ષ સાથે જોડાણ કર્યું નથી. તેનું કારણ ગ્રેટર ટીપરાલેન્ડની માંગ માટે કોઈપણ પક્ષ તરફથી કોઈ લેખિત સંમતિ ન મળવું છે. પાર્ટીના વડા દેબ બર્મા પોતે ચૂંટણી લડી રહ્યા નથી. તેમનું કહેવું છે કે ટીપરા મોથા એક નાની પાર્ટી છે, જે રાજનીતિની વ્યવસ્થા બદલવા માટે પારદર્શિતામાં વિશ્વાસ રાખે છે. 2021 થી ત્રિપુરા આદિવાસી વિસ્તાર સ્વાયત્ત જિલ્લા પરિષદમાં ટીપરા મોથા સત્તામાં છે. ત્રિપુરા વિધાનસભાની કુલ 60 બેઠકોમાંથી 20 અનુસૂચિત જનજાતિ માટે અનામત છે.

માણિક્ય દેબ બર્મા અગાઉ કોંગ્રેસમાં હતા

ટીપરા મોથા પાર્ટીને ટીપરા ઈન્ડીજિનસ પ્રોગ્રેસિવ રિજનલ એલાયન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનું નેતૃત્વ પ્રદ્યોત બિક્રમ માણિક્ય દેબ બર્મા કરી રહ્યા છે. માણિક્ય દેબ બર્માની 25 ફેબ્રુઆરી 2019ના રોજ ત્રિપુરા પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. જો કે, થોડા મહિનાઓમાં, તેમણે કોંગ્રેસ હાઈકમાન્ડ પર ભ્રષ્ટ લોકોને સ્થાન આપવા માટે દબાણ કરવાનો આરોપ લગાવીને રાજીનામું આપ્યું. તેના લગભગ ત્રણ મહિના પછી તેણે એક સામાજિક સંસ્થા બનાવી.

5 ફેબ્રુઆરી, 2021ના રોજ ટીપરા મોથાની રચના કરી 

5 ફેબ્રુઆરી 2021ના રોજ દેબબરમાએ જાહેરાત કરી કે તેમનું સંગઠન એક રાજકીય પક્ષ બની ગયું છે અને 2021ની ત્રિપુરા આદિવાસી વિસ્તાર સ્વાયત્ત જિલ્લા પરિષદની ચૂંટણી લડશે. INPT (Twipra Indigenous Nationalist Party of Twipra), TSP (Tipraland State Party) અને IPFT 2021 માં ટીપરા પાર્ટીમાં વિલય થઈ ગયો. 

ટીપરા મોથાએ આદિજાતિ વિસ્તાર સ્વાયત્ત જિલ્લા પરિષદમાં 16 બેઠકો જીતી હતી

ત્રિપુરા ટ્રાઈબલ એરિયાઝ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલની ચૂંટણીમાં ટીપરા મોથાએ 16 સીટો જીતી હતી, જ્યારે તેના સાથી આઈએનપીટીએ 2 સીટો જીતી હતી. આમ કાઉન્સિલમાં ડાબેરીઓના 15 વર્ષના શાસનનો અંત આવ્યો હતો. રાષ્ટ્રીય પક્ષ સાથે જોડાણ કર્યા વિના કાઉન્સિલમાં સત્તા જાળવી રાખનાર ટીપરા એકમાત્ર પ્રાદેશિક પક્ષ બન્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here