T20 WC, Ind vs Pak: આવતીકાલે ભારત-પાકિસ્તાનનો મહા મુકાબલો

0
312
આ વખતે સુપર-12ને બે ગ્રુપમાં વિભાજિત કરવામાં આવ્યો છે. ગ્રુપ-1માં ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, વેસ્ટઈન્ડિઝ, શ્રીલંકા અને બાંગલાદેશ છે.જ્યારે ગ્રુપ-2માં ભારત, ન્યુઝીલેન્ડ, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, સ્કોટલેંડ અને નામીબિયા છે. સુપર12 રાઉન્ડમાં દરેક ટીમને કુલ પાંચ મેચ રમવાની છે.
આ વખતે સુપર-12ને બે ગ્રુપમાં વિભાજિત કરવામાં આવ્યો છે. ગ્રુપ-1માં ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, વેસ્ટઈન્ડિઝ, શ્રીલંકા અને બાંગલાદેશ છે.જ્યારે ગ્રુપ-2માં ભારત, ન્યુઝીલેન્ડ, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, સ્કોટલેંડ અને નામીબિયા છે. સુપર12 રાઉન્ડમાં દરેક ટીમને કુલ પાંચ મેચ રમવાની છે.

Ind vs Pak T20 WC: ધોની હાલ ટીમ ઈન્ડિયાનો મેન્ટોર છે. 2007માં ભારતે ધોનીની કેપ્ટનશિપમાં પાકિસ્તાનને પછાડી ટ્રોફી જીતી હતી.

T20 વર્લ્ડ કપમાં શુક્રવારે આયર્લેન્ડ અને નામિબિયા વચ્ચે રમાયેલી મેચ બાદ નક્કી થયું હતું કે સુપર 12માં ભારત સામે પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન સિવાય કઈ અન્ય બે ટીમો ટકરાશે. ભારત 24 ઓક્ટોબરે તેની શરૂઆતની મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે, ત્યારબાદ 31 ઓક્ટોબરે દુબઈમાં ન્યૂઝીલેન્ડ અને પછી 3 નવેમ્બરે અબુ ધાબીમાં અફઘાનિસ્તાન સામે ટકરાશે.આ ત્રણેય મેચ બાદ વિરાટ કોહલીની આગેવાનીવાળી ભારતીય ટીમ 5 નવેમ્બરે ગ્રુપ બી ની વેજેતા ટીમ સામે મુકાબલો થશે. આ સિવાય 8 નવેમ્બરે ટીમનો મુકાબલો ગ્રુપ એમાં બીજા નંબરે રહેનારી નામિબિયા ટીમ સાથે થશે.

ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ

24 ઓકટોબર ભારત-પાકિસ્તાન (દુબઈ, સાંજે 7.30 વાગે)

31 ઓકટોબર ભારત-ન્યુઝીલેન્ડ (દુબઈ, સાંજે 7.30 વાગે)

3 નવેમ્બર ભારત-અફઘાનિસ્તાન (અબુ ધાબી, સાંજે 7.30 વાગે)

5 નવેમ્બર ભારત-સ્કોટલેન્ડ (દુબઈ, સાંજે 7.30 વાગે)

8 નવેમ્બર ભારત-નામીબિયા (દુબઈ, સાંજે 7.30 વાગે)

સેમીફાઇનલ અને ફાઇનલ શેડ્યૂલ

10 નવેમ્બર: પ્રથમ સેમિફાઇનલ

11 નવેમ્બર: બીજી સેમિફાઇનલ

14 નવેમ્બર: ફાઇનલ

15 નવેમ્બર: ફાઇનલ માટે રિઝર્વ દિવસ

પ્રથમ સેમી ફાઇનલ મેચ 10 નવેમ્બરેની સાંજે 7.30 વાગે અબુ ધાબીમાં
આઈસીસી ટી-20 વર્લ્ડ કપ 2021ની પ્રથમ સેમી ફાઇનલ મેચ 10 નવેમ્બરે 2021ની સાંજે 7.30 વાગે અબુ ધાબી સ્ટેડિયમમાં રમાશે, જ્યારે બીજી સેમિફાઇનલ 11 નવેમ્બર 2021ના રોજ દુબઇમાં સાંજે 7.30 વાગેથી શરૂ થશે. ફાઇનલ મુકાબલો 14 નવેમ્બરે દુબઈમાં સાંજે 7.30 વાગે શરૂ થશે. આ વખતે સુપર-12ને બે ગ્રુપમાં વિભાજિત કરવામાં આવ્યો છે. ગ્રુપ-1માં ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, વેસ્ટઈન્ડિઝ, શ્રીલંકા અને બાંગલાદેશ છે.જ્યારે ગ્રુપ-2માં ભારત, ન્યુઝીલેન્ડ, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, સ્કોટલેંડ અને નામીબિયા છે. સુપર12 રાઉન્ડમાં દરેક ટીમને કુલ પાંચ મેચ રમવાની છે. ત્યાર બાદ બંને ગ્રૂપની ટોપ-2 ટીમો સેમિફાઇનલમાં એન્ટ્રી કરશે અને પછી વિજેતા બે ટીમો ટાઇટલ માટે ટકરાશે. પહેલા ટી-20 વર્લ્ડ કપ ભારતમાં રમવાનો હતો, પરંતુ કોરોના મહામારીને કારણે તેને બહાર શિફ્ટ કરી દેવામાં આવ્યો, જો કે આ ટી-20 વર્લ્ડ કપની યજમાની ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) કરી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here