હાઇ કોર્ટમાં આર્યન ખાને કહ્યું- મને ફસાવવા માટે NCBએ વ્હોટ્સએપ ચેટનો ખોટી રીતે ઉપયોગ કર્યો

0
328
મુંબઈની સ્પેશિયલ NDPS કોર્ટે માન્યું કે આર્યન લાંબા સમયથી ગેરકાયદે રીતે ડ્રગ એક્ટિવિટીમાં સામેલ હતો. ચેટથી એવો પણ ખ્યાલ આવ્યો કે આર્યનના ડ્રગ-પેડલર્સ અને સપ્લાયર્સની સાથે સંબંધો છે.NCBની તરફથી કહેવામાં આવ્યું છે
મુંબઈની સ્પેશિયલ NDPS કોર્ટે માન્યું કે આર્યન લાંબા સમયથી ગેરકાયદે રીતે ડ્રગ એક્ટિવિટીમાં સામેલ હતો. ચેટથી એવો પણ ખ્યાલ આવ્યો કે આર્યનના ડ્રગ-પેડલર્સ અને સપ્લાયર્સની સાથે સંબંધો છે.NCBની તરફથી કહેવામાં આવ્યું છે

મુંબઈની સ્પેશિયલ NDPS કોર્ટે માન્યું કે આર્યન લાંબા સમયથી ગેરકાયદે રીતે ડ્રગ એક્ટિવિટીમાં સામેલ હતો

બોલિવૂડના સુપરસ્ટાર શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન, ક્રૂઝ ડ્રગ્સ કેસને લઈને જેલમાં છે. આર્યન ખાનની બે વખત જામીન અરજી ફગાવી દેવામાં આવી છે, ત્યાર બાદ હવે તેને બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીમાં આર્યન ખાનની તરફથી કહેવામાં આવ્યું છે, NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો) ક્રૂઝ જહાજ પર ડ્રગ્સ જપ્તના કેસમાં તેને ફસાવવા માટે વ્હોટ્સએપ ચેટને ખોટી રીતે રજૂ કરી રહી છે.

26 ઓક્ટોબરે સુનાવણી
ઉલ્લેખનીય છે કે સ્પેશિયલ કોર્ટે આર્યન ખાનની જામીન અરજી ફગાવી દીધી હતી. ત્યાર બાદ તેણે હાઈકોર્ટમાં પોતાની અરજી દાખલ કરી છે, જેને લઈને 26 ઓક્ટોબરે સુનાવણી થશે. આર્યન ખાનની અરજીમાં કહેવામાં આવ્યું છે કે તેને ફસાવવા માટે NCB તેની વ્હોટ્સએપ ચેટનો ખોટો ઉપયોગ કરી રહી છે, જે ખોટું અને અયોગ્ય છે.આર્યનની તરફથી એવું પણ કહેવામાં આવ્યું છે કે તેની પાસેથી NCBને કોઈ પ્રકારનું ડ્રગ નથી મળ્યું અને મર્ચન્ટ તથા આચિત કુમાર સિવાય તેનો કોઈ અન્ય આરોપી સાથે કોઈ સંબંધ પણ નથી. એજન્સીએ 20 લોકોની આ કેસમાં ધરપકડ કરી છે.

આર્યનની અરજીમાં કહેવામાં આવ્યું છે કે જે વ્હોટ્સએપ ચેટનો ઉલ્લેખ NCB કરી રહી છે એ ઘટના પહેલાંની છે. એનો આ ઘટના સાથે કોઈ લેવાદેવા નથી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે એ મેસેજને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યા છે, જે ખોટું છે.આર્યન ખાનને જામીન ન મળવાની પાછળ તેનું વ્હોટ્સએપ ચેટ સૌથી મહત્ત્વના પુરાવા બની છે. મુંબઈની સ્પેશિયલ NDPS કોર્ટે માન્યું કે આર્યન લાંબા સમયથી ગેરકાયદે રીતે ડ્રગ એક્ટિવિટીમાં સામેલ હતો. ચેટથી એવો પણ ખ્યાલ આવ્યો કે આર્યનના ડ્રગ-પેડલર્સ અને સપ્લાયર્સની સાથે સંબંધો છે.NCBની તરફથી કહેવામાં આવ્યું છે કે આર્યનને જામીન ન મળવા જોઈએ, નહીં તો તે પુરાવાની સાથે છેડછાડ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે 3 ઓક્ટોબરના રોજ આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here