ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 40 હજારથી વધુ મહિલાઓને લગતા ગુના નોંધાયા

0
129

સમગ્ર દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં 18 લાખ 57 હજાર 832 મહિલાને લાગતા ગુના નોધાયા

ગુજરાતમાં મહિલાઓની સુરક્ષાને લઈને કોંગ્રેસે સવાલો ઉઠાવ્યાં છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, મહિલા સુરક્ષાની વાતો અને જાહેરાતો વચ્ચે રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં 40 હજાર કરતાં વધુ મહિલાઓ વિરુદ્ધ ગુના નોંધાયા છે. કોંગ્રેસના પ્રવક્તા હિરેન બેન્કરે આક્ષેપ કર્યો હતો કે,સબ સલામત અને સુરક્ષિત ગુજરાતની માત્ર જાહેરાતો કરતી ભાજપના રાજમાં ગુજરાતની મહિલાઓ સુરક્ષિત નથી. બેટી બચાવોની માત્ર જાહેરાતો જ છે. 
કોંગ્રેસ પ્રવક્તાએ ભાજપ સામે પ્રહારો કર્યાં
કોંગ્રેસના પ્રવક્તા હિરેન બેન્કરે કહ્યું હતું કે,તાજેતરમાં લોકશાહીના મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું બીજી બાજુ જે મહિલાઓ-દીકરીઓએ સમગ્ર દેશને માન-સન્માન-ગૌરવ અપાવ્યું  તેમની સાથે કેવી ગેરવર્તણુક કરવામાં આવી છે એ સમગ્ર દેશની જનતાએ જોયું છે. જેનાથી ભાજપની મહીલા વિરોધી માનસિકતા છતી થાય છે. તેમણે  વધુમાં ઉમેર્યું હતું કે, રાહુલ ગાંધી એ કહ્યું હતું કે ભાજપે “બેટી બચાવો’ સૂત્ર તો આપ્યું છે પરતું કોનાથી બચાવો. ભાજપના ધારાસભ્ય કુલદીપ સેંગર,નલિયા કાંડ સહિતના કેસોમાં કેટલાય ભાજપના નેતા, પદાધિકારીઓના નામ મહિલા અત્યાચારમાં સામે આવ્યા છે.  
40600થી વધુ મહિલાને લાગતા ગુના નોધાયા
તેમણે ઉમેર્યું હતું કે, અપહરણ, બળાત્કાર, ઘરેલુ હિંસા, દહેજ મૃત્યુ અને શોષણ, મહિલાઓ પર ઍસિડથી હુમલા, મહિલાઓનું ટ્રાફિકીંગ, મહિલાઓ વિરૂદ્ધ સાઇબર ક્રાઇમ સહિતના ગુન્હાઓ થઇ રહ્યા છે. મહિલા સુરક્ષાની વાતો- જાહેરાતો વચ્ચે ગુજરાતમાં સરેરાશ દર વર્ષે 8 હજાર જેટલા મહિલાને લાગતા ગુન્હાઓ નોધાય છે.ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 40600થી વધુ મહિલાને લાગતા ગુનાઓ નોધાયા છે. જ્યારે નહીં નોધાયેલા ગુનાઓના આંકડાઓ પણ મોટા છે. ભારતમાં ભાજપ શાસનના નવ વર્ષ થઈ ગયાં છે અને આંકડા પ્રમાણે હજુ પણ મહિલાઓને લાગતા ગુના અવિરત વધી રહ્યા છે. આંકડા પ્રમાણે કોરોના મહામારીના 2020ના વર્ષને છોડી દઈએ તો પ્રતિવર્ષ મહિલાઓને લાગતા ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.
ગુજરાતમાં મહિલાને લાગતા ગુન્હાઓની સંખ્યા



વર્ષ
ગુનાની સંખ્યા
2017-18
8133
2018-19
8329
2019-20
8799
2020-21
8028
2021-22
7348
કુલ
40637

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here