કેન્સર અને હૃદયરોગનો એક જ ડોઝથી થશે ખાત્મો! 2030 સુધી વેક્સિન તૈયાર કરવાનો વિજ્ઞાનીઓનો દાવો

0
41

આ દાયકાના અંત સુધી આ અનેક દુર્લભ બીમારીઓની વેક્સિન આવી જશે

તેમનું કહેવું છે કે કેન્સર સહિત અનેક રોગો માટે નવી વેક્સિન આવતા લાખો લોકોના જીવ બચાવી શકાશે

કેન્સર અને હ્રદયરોગીઓ માટે એક સારા સમાચાર આવી રહ્યા છે. નિષ્ણાતોની માનીએ તો આ દાયકાના અંત સુધી આ બીમારીઓથી મુક્તિ મેળવવા માટે વેક્સિન બની જશે. તેમનું કહેવું છે કે કેન્સર સહિત અનેક રોગો માટે નવી વેક્સિન આવતા લાખો લોકોના જીવ બચાવી શકાશે. 

2030 સુધી વેક્સિન તૈયાર થઈ જશે 

એક અહેવાલ અનુસાર તમામ શરતો પૂરી કરી 2030 સુધી વેક્સિન તૈયાર કરી લેવાશે. દવા કંપની મોડર્નાના મુખ્ય મેડિકલ ઓફિસર પોલ બર્ટને કહ્યું કે તેમનું માનવું છે કે ફર્મ તમામ પ્રકારના રોગ ક્ષેત્રો માટે ઓછામાં ઓછા પાંચ વર્ષમાં આ પ્રકારની સારવારની ઓફર કરવામાં સક્ષમ હશે. અહેવાલ અનુસાર કોરોના વાઈરસને માત આપવા માટે વેક્સિન બનાવતી કંપનીએ દાવો કર્યો કે તે જુદા જુદા પ્રકારના ટ્યુમરને લક્ષિત કરનારા કેન્સરની વેક્સિનને જલદી જ વિકસિત કરી લેશે. 

એમઆરએનએ પર આધારિત હશે આ વેક્સિન 

પોલ બર્ટને કહ્યું કે મને લાગે છે કે આપણે દુનિયાભરના લોકોને અનેક અલગ અલગ પ્રકારના ટ્યુમરના પ્રકારો વિરુદ્ધ કેન્સરની વેક્સિન આપવામાં સક્ષમ હોઈશું. રેસ્પિરેટરી સિન્સિટિયલ વાયરલ(RSV) વિરુદ્ધ પણ આ વેક્સિન કારગત નીવડશે. વેક્સિન અનેક દુર્લભ બીમારીઓ માટે ઉપલબ્ધ થશે જેના માટે હાલમાં કોઈ દવા નથી. ઉલ્લેખનીય છે કે આ વેક્સિન એમઆરએનએ (mRNA) પર આધારિત છે જે કોશિકાઓને એ શીખવાડે છે કે પ્રોટીન કેવી રીતે બનાવાય જે બીમારીથી લડવા શરીરની પ્રતિરોધક ક્ષમતાને વધારે છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here