રાહુલ ગાંધીને બોમ્બથી ઉડાડવાની ધમકી આપનાર 60 વર્ષીય દયા સિંહની ધરપકડ, NSA હેઠળ થશે કાર્યવાહી

0
39

શીખ રમખાણો અંગે અવાજ ન ઊઠાવવાનો આરોપ મૂકી કમલનાથને પણ મારી નાખવાની ધમકી આપી હતી

અગાઉ ધરપકડ બાદ જામીન પર છૂટી ગયો હતો દયા સિંહ, કલેક્ટરે NSA હેઠળ વોરન્ટ બહાર પાડતા ફરી ધરપકડ

મધ્યપ્રદેશ પોલીસે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મારી નાખવાની ધમકી આપનાર વ્યક્તિની ધરપકડ કરી છે. ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલને દયા સિંહ ઉર્ફે પ્યારે સિંહ દ્વારા ધમકી આપવામાં આવી હતી અને કહ્યું હતું કે તે યાત્રા દરમિયાન જ તેમને મારી નાખશે. 

NSA હેઠળ ધરપકડ કરી હતી
આરોપી દયા સિંહની ક્રાઈમ બ્રાન્ચે નેશનલ સિક્યોરિટી એક્ટ(NSA) હેઠળ ધરપકડ કરી છે. દયા સિંહ 60 વર્ષનો છે અને તે  બેતુલના પંજાબી મોહલ્લા, રાજેન્દ્રનગરનો રહેવાસી છે. બુધવારે ઉજ્જૈનમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. NSA હેઠળ વોરંટ ઈશ્યુ થયું ત્યારથી તે ફરાર હતો.
બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી
ડીસીપી (ક્રાઈમ) નિમિશ અગ્રવાલે જણાવ્યું કે ગયા વર્ષે નવેમ્બરમાં આરોપીએ મીઠાઈની દુકાનને પત્ર લખીને રાહુલ ગાંધીને મારી નાખવાની અને ઈન્દોરમાં બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી આપી હતી. પોલીસે તે સમયે દયા સિંહને પકડી લીધો હતો, પરંતુ તે જામીન પર મુક્ત થઈ ગયો હતો. પછી કલેકટરે આરોપી સામે NSA વોરંટ ઈશ્યુ કર્યું હતું, પરંતુ તે પકડાયો ન હતો. ઇન્દોર પોલીસ સ્ટેશનની પોલીસ વોરંટનો અમલ કરાવી શકી નહીં. બાદમાં ક્રાઈમ બ્રાન્ચને બુધવારે દયાસિંહને પકડવામાં સફળતા મળી હતી.
શીખ રમખાણોનો ઉલ્લેખ…
ઉલ્લેખનીય છે કે મીઠાઈની દુકાનમાંથી મળેલા પત્રમાં શીખ રમખાણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ સાથે જ વ્યક્તિએ કોંગ્રેસ નેતા કમલનાથને પણ મારી નાખવાની ધમકી પણ આપી હતી. પત્રમાં કહેવામાં આવ્યું હતું કે કોઈ પણ પક્ષે શીખ રમખાણો પર અવાજ ઉઠાવ્યો નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here