અમેરિકાના પેન્સિલવાનિયામાં ‘સત્તાવાર રીતે’ દીવાળી ઉજવાશે : તે દિવસે રાજ્યમાં રજા રહેશે

0
61
– અમેરિકાના એક રાજ્યમાં દીવાળી ‘નેશનલ હોલીડે’ જાહેર
– પેન્સિલવેનિયામાં બે લાખથી વધુ ભારતીયો રહે છે તેઓ દર વર્ષે ધામધૂમથી દીવાળી ઉજવતા હોય છે

અમેરિકામાં પેન્સિલ્વાનિયા રાજ્યમાં આ વર્ષથી દીવાળીને ‘નેશનલ હોલીડે’ જાહેર કરવામાં આવી છે. દીવાળીના દિવસે પેન્સિલવાનિયામાં સત્તાવાર રીતે રજા રહેશે. સ્ટેટ- સેનેટના સેન્ટર નિખિલ સાવલે બુધવારે ટ્વિટ ઉપર આ માહિતી આપી હતી. તેમાં જણાવ્યું હતું કે, ‘આ નિર્ણય રાજ્યની સેનેટે સર્વાનુમતે લીધો છે, અને હિન્દુઓના તહેવાર દીવાળીને નેશનલ હોલીડે તરીકે માન્યતા આપવામાં આવી છે.’

ઉલ્લેખનીય છે કે, પેન્સિલવાનિયામાં ૨ લાખથી વધુ હિન્દુઓ રહે છે. તેઓ દીવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવે છે. તે સંબંધે રાજ્યના ગવર્નર અને પ્રશાસને જણાવ્યું હતું કે, દીવાળીના દિવસને ઉજવીને અમે ભ્રાતૃભાવ વધારવા માગીએ છીએ તે ઉપરાંત સંસ્કૃતિઓનો તાલમેલ, મજબૂત કરવા માગીએ છીએ. નિખિલ સાવલેએ વધુમાં જણાવ્યું હતું કે, દર વર્ષે આ રોશનીનો તહેવાર, ઘરોમાં મંદિરોમાં અને સાર્વજનિક સ્થળોએ ઉજવાય છે. આ અંધકારને દૂર કરી પ્રકાશ ફેલાવવાનો તહેવાર છે તેથી તેને સત્તાવાર સ્વીકૃતિ મળે તે જરૂરી પણ હતું.

ઉલ્લેખનીય છે કે, સેનેટર ગ્રેગ રોથમાન અને સેનેટર નિખિલ સાવલેએ જ દીવાળીને સત્તાવાર રીતે ‘નેશનલ હોલી-ડે’ જાહેર કરવા માટે રાજ્યની સેનેટમાં આ પ્રસ્તાવ મૂક્યો હતો જે કોઈ મતદાનની ઝંઝટમાં પડયા સિવાય જ દરેક સેનેટરે સર્વાનુમતે પસાર કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here