ચીનમાં અનરાધાર વર્ષા : બૈજિંગમાં અનેક મોટરો પાણીમાં તણાઈ ગઈ

0
99
ચીનમાં છેલ્લા કેટલાએ દિવસોથી અનરાધાર વર્ષા થઈ રહી છે. તેમાં આજે (સોમવારે) તો સવારથી શરૂ થયેલી એકધારી વર્ષાએ હાહાકાર મચાવી દીધો છે. પશ્ચિમ બૈજિંગમાં તો વરસાદનું જોર અત્યંત વધી ગયું છે. તેથી નદીમાં પૂર આવ્યા છે. અચાનક જ આવેલા પૂરને લીધે સમગ્ર વિસ્તારમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ છે, ચારે તરફ બધું ખેદાન-મેદાન થઈ ગયું છે.
વિશેષત: તો આ વર્ષા અને આ પુરોની પશ્ચિમ બૈજિંગમાં સૌથી વધુ માઠી અસર થઈ છે. તેમજ આસપાસના શાંત વિચારો પણ પુરના પાણીથી ઘેરાઈ ગયા છે. પરિણામે અસંખ્ય લોકો ઊંચાણવાળા વિસ્તારોમાં આશ્રય લઈ રહ્યા છે અને બચાવની રાહ જોઈ રહ્યા છે.
બૈજિંગમાં અસંખ્ય કારો પુરના પાણીમાં તણાઈ ગઈ છે.
પશ્ચિમ-બૈજિંગ તો આ કુદરતના પ્રકોપનો પ્રચંડ માર સહી રહ્યું છે. કેટલાયે લોકો આ પુર-પ્રલયમાં તણાઈ જતી પોતાની મોટરો નિ:સહાય બની જોઈ રહ્યા છે.
બૈજિંગ અને વિશેષત: પશ્ચિમ બૈજિંગ અને આસપાસના વિસ્તારો જળમગ્ન બની ગયા છે. બૈજિંગના માર્ગો અને શેરીઓ નદીમાં ફેરવાઈ ગઈ છે. આ પ્રચંડ પુર પ્રકોપથી નાગરિકો એટલા બધા હેતબાઈ ગયા છે કે તેઓ તત્કાલ કોઈ પ્રતિભાવ પણ આપી શકે તે સ્થિતિમાં નથી.
આ પુરો એટલા પ્રચંડ છે કે બૈજિંગવાસીઓ ઊંચાણવાળા પ્રદેશમાં પહોંચી ગયા છે અને ત્યાંથી નજર નાખે ત્યાં એક સમયે ‘પોતીકા’ સમાન બની રહેલી જગ્યાઓ તો, તેઓ માટે, પરગ્રહનાં કોઈ સ્થળ જેવી બની ગઈ છે. તેઓના નિવાસસ્થાનો અને માલમિલકત પણ જળબંબાકાર બની ગયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here