મોસ્કોમાં 48 કલાકમાં બીજો ડ્રોન હુમલો, સરકારી ઇમારતને નિશાન બનાવી, એરપોર્ટને બંધ કરી દેવાયું

0
69

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ વિવાદ ફરી એકવાર વધતો જોવા મળ્યો

રશિયન હુમલા બાદ હવે યુક્રેન જવાબી કાર્યવાહી કરી

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ વિવાદ ફરી એકવાર વધતો જોવા મળી રહ્યો છે. રશિયન હુમલા બાદ હવે યુક્રેન જવાબી કાર્યવાહી કરી રહ્યું છે. યુક્રેને આજે ફરી એકવાર રશિયાની રાજધાની મોસ્કો પર ડ્રોન વડે હુમલો કર્યો છે.
વનુકોવો એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યું
યુક્રેનિયન ડ્રોને મોસ્કોમાં એક સરકારી બિલ્ડિંગને નિશાન બનાવ્યું છે. યુક્રેનના આ હુમલાથી મોસ્કોમાં અરાજકતા ફેલાઈ ગઈ છે. સ્થાનિક સમાચાર એજન્સીમાંથી માહિતી મુજબ હુમલા બાદ રાજધાની મોસ્કોના વનુકોવો એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યું છે. આ ડ્રોન હુમલા બાદ રશિયા એક્શનમાં છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે સેનાએ અનેક ડ્રોનને તોડી પાડ્યા છે. આ સિવાય મોસ્કોના મેયર સર્ગેઈ સોબ્યાનિને જણાવ્યું છે કે ઘણા ડ્રોન મોસ્કો તરફ ઉડવાની કોશિશ કરી રહ્યા હતા. પરંતુ વાયુસેનાએ આ ડ્રોનને તોડી પાડ્યા હતા. કોમર્શિયલ બિલ્ડિંગ પર થયેલા હુમલામાં કોઈ મોટું નુકસાન થયું નથી. 
17મા માળે આવેલી ઓફિસમાં નુકસાન થયું
હુમલામાં ઈમારતના 17મા માળને નુકસાન થયું છે. જે વીડિયો સામે આવી રહ્યા છે તેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બિલ્ડિંગના કાચ તૂટેલા છે અને ત્યાંથી ધુમાડો નીકળી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે 17માં માળે ડિજિટલ ટ્રાન્સફોર્મેશનની ઓફિસ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here